પ્રિયા નાયર
HUL

હિન્દુસ્તાન યુનિલિવર (HUL)એ પ્રિયા નાયરને તેના આગામી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવાની ગુરુવારે જાહેરાત કરી હતી. કોઇ મહિલાને આ ટોચના હોદ્દા પર નિયુક્ત કરાયા હોય તેવી કંપનીના 92 વર્ષના ઇતિહાસની આ પ્રથમ ઘટના છે.

તેઓ રોહિત જાવાનું સ્થાન લેશે, જેઓ 31 જુલાઈ, 2025 ના રોજ પદ છોડશે. લંડન સ્થિત 53 વર્ષીય નાયરની નિમણૂક 1 ઓગસ્ટ, 2025થી અમલમાં આવશે. નાયર એચયુએલમાં 1995માં જોડાયા હતા અને હોમ કેર, બ્યૂટી-વેલબીઈંગ, પર્સનલ કેર સહિતના બિઝનેસમાં સેલ્સ તથા માર્કેટિંગની ભૂમિકા ભજવી છે.

પ્રિયા નાયર હાલમાં પેરેન્ટ કંપની યુનિલિવરના બ્યૂટી એન્ડ વેલબીઈંગના પ્રેસિડેન્ટ છે. કંપનીએ કહ્યું હતું કે નાયર એચયુએલના બોર્ડમાં જોડાશે અને યુનિલિવર લીડરશિપ એક્ઝિક્યુટિવ (ULE)ના સભ્ય તરીકે પણ ચાલુ રહેશે.

એચયુએલના ચેરમેન નીતીન પરાંજપેએ કહ્યું હતું કે પ્રિયા એચયુએલ અને યુનિલિવર બન્નેમાં અત્યંત સફળ કારકિર્દી ધરાવે છે. ભારતીય માર્કેટ વિશેની ઊંડી સમજ અને શ્રેષ્ઠ ટ્રેક રેકોર્ડ જોતા તેઓ એચયુએલના વડા તરીકે સારી કામગીરી કરશે અને કંપનીને નવી ઊંચાઈ પર લઈ જશે તેવી આશા છે.

LEAVE A REPLY