ભારતીય કંપની
American sanctions and USA flag on table.

ટ્રમ્પ વહીવટીતંત્રે ઈરાની મૂળના પેટ્રોકેમિકલ પ્રોડક્ટ્સ નોંધપાત્ર વેચાણ અને ખરીદી માટે છ ભારતીય કંપનીઓ પર પ્રતિબંધની 31 જુલાઈએ જાહેરાત કરી હતી. ભારતની આ કંપનીઓમાં કંચન પોલીમર, ઓલકેમિકલ સોલ્યુશન્સ, જ્યુપીટર ડાય કેમિકલ, ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ્સ, પર્સિસ્ટન્ટ પેટ્રોકેમ અને રમણીકલાલ એસ ગોસાલિયા એન્ડ કંપની (રામણીકલાલ)નો સમાવેશ થાય છે.

ઈરાની પેટ્રોલિયમ, પેટ્રોલિયમ પ્રોડક્સ્ટ અથવા પેટ્રોકેમિકલ વેપાર કરતી 20 વૈશ્વિક કંપનીઓ પર પ્રતિબંધની જાહેરાત કરતાં અણેરિકાના વિદેશ વિભાગે બુધવારે જણાવ્યું હતું કે ઈરાની શાસન મધ્ય પૂર્વમાં સંઘર્ષ પ્રોત્સાહન આપી રહ્યું છે. જે, યુનાઇટેડ સ્ટેટ્સ વિદેશમાં આતંકવાદને ટેકો આપવા તેમજ પોતાના લોકો પર જુલમ કરવા માટે શાસન દ્વારા ઉપયોગમાં લેવાતા આવકના પ્રવાહને રોકવા માટે પગલાં લઈ રહ્યું છે. ભારત, સંયુક્ત આરબ અમીરાત, તુર્કી અને ઇન્ડોનેશિયાની અનેક કંપનીઓને ઈરાની મૂળના પેટ્રોકેમિકલ ઉત્પાદનોના નોંધપાત્ર વેચાણ અને ખરીદી કરે છે. પ્રેસિડન્ટ ટ્રમ્પે કહ્યું છે તેમ, કોઈપણ દેશ કે વ્યક્તિ જે ઈરાની તેલ કે પેટ્રોકેમિકલ્સ ખરીદવાનું પસંદ કરે છે તેના પર યુએસ પ્રતિબંધોનું જોખમમાં છે અને તેને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે વ્યવસાય કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

કંચન પોલિમર્સે ફેબ્રુઆરી અને જુલાઈ 2024વચ્ચે યુએઈ સ્થિત તનાઈસ ટ્રેડિંગ પાસેથી 1.3 મિલિયન ડોલરથી વધુ મૂલ્યના ઈરાની મૂળના પેટ્રોકેમિકલ ઉત્પાદનો, જેમાં પોલિઇથિલિનનો સમાવેશ થાય છે, આયાત અને ખરીદી કરી છે.
આલ્કેમિક સોલ્યુશન્સ આ એક પેટ્રોકેમિકલ ટ્રેડિંગ કંપની છે જેણે જાન્યુઆરી અને ડિસેમ્બર 2024 વચ્ચે અનેક કંપનીઓ પાસેથી 84 મિલિયન ડોલરથી વધુ મૂલ્યના ઈરાની મૂળના પેટ્રોકેમિકલ ઉત્પાદનોની આયાત અને ખરીદી કરી છે.

રમણીકલાલ એસ ગોસાલિયા એન્ડ કંપનીએ જાન્યુઆરી 2024 અને જાન્યુઆરી 2025 વચ્ચે અનેક કંપનીઓ પાસેથી મિથેનોલ અને ટોલ્યુએન સહિત 22 મિલિયન ડોલરથી વધુ મૂલ્યના ઈરાની મૂળના પેટ્રોકેમિકલ ઉત્પાદનોની આયાત અને ખરીદી કરી છે.

તેવી જ રીતે, જ્યુપિટર ડાઇ કેમ પણ જાન્યુઆરી 2024 અને જાન્યુઆરી 2025 વચ્ચે બહુવિધ કંપનીઓ પાસેથી 49 મિલિયન ડોલરથી વધુ મૂલ્યના ટોલ્યુએન સહિત ઈરાની મૂળના પેટ્રોકેમિકલ ઉત્પાદનોની આયાત અને ખરીદી કરવા બદલ પ્રતિબંધોની યાદીમાં છે.

બાકીની બે પ્રતિબંધિત ભારતીય કંપનીઓમાં ગ્લોબલ ઇન્ડસ્ટ્રિયલ કેમિકલ્સ લિમિટેડ અને પર્સિસ્ટન્ટ પેટ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે, જેમણે ગયા વર્ષ દરમિયાન મુખ્યત્વે બહુવિધ કંપનીઓ સાથે અનુક્રમે 51 મિલિયન ડોલર અને 14 મિલિયન ડોલરથી વધુનો વ્યવસાય કર્યો છે.

LEAVE A REPLY