(@BCCI X/ANI Photo)

લંડનના ઓવલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને વિજય માટે 374 રનનો ટાર્ગેટ આપ્યો હતો.  બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલના 118 રન, વોશિંગ્ટન સુંદરના 53 રન અને રવિન્દ્ર જાડેજાના 53 રનની મદદથી ભારત 396 રનમાં ઓલઆઉટ થયું હતું.

ભારતે પ્રથમ ઇનિંગમાં 224 રન બનાવ્યા હતા. બીજી તરફ ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 247 રન બનાવ્યા હતા. તેથી ઇંગ્લેન્ડને આ ટેસ્ટ અને સિરિઝ જીતવા માટે 374 રનનો રેકોર્ડ ટાર્ગેટ મળ્યો છે. ઓવલ ખાતે અત્યાર સુધી કોઇ ટીમ મહત્તમ ૨૬૩ રનના ટાર્ગેટનો સફળ પીછો કરી શકી છે. પરંતુ ઈંગ્લેન્ડે મક્કમ શરૂઆત કરી હોવાથી કોઇ અનુમાન કરવાનું વહેલું ગણાશે. ત્રણ વર્ષ પહેલાં એજબેસ્ટનમાં ભારત સામે ૩૭૮ રનના લક્ષ્યાંકને અને તાજેતરમાં લીડ્સ ખાતે શ્રેણીની શરૂઆતની મેચમાં ૩૭૧ રનના લક્ષ્યાંકને ઇંગ્લેન્ડને હાંસલ કર્યો હતો.

ત્રીજા દિવસની રમતના અંતે, ઇંગ્લેન્ડે ૧૩.૫ ઓવરમાં એક વિકેટ ગુમાવીને ૫૦ રન બનાવ્યા હતા, મોહમ્મદ સિરાજે ઝેક ક્રોલીને યોર્કરથી આઉટ કર્યો હતો.

બીજા દિવસે ભારતની ટીમ આશરે 69 ઓવરમાં 224 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડના ગસ એટકિન્સે 21.4 ઓવરમાં પાંચ વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો.

મેચમાં ટોસ હાર્યા બાદ પહેલી ઈનિંગ ભારતીય ખેલાડી પીચ પર લાંબો સમય ટકી શક્યા ન હતાં.  ઓપનર યશસ્વી જયસ્વાલ બે રનમાં આઉટ થયો હતો. કરૂણ નાયરે 109 બોલમાં 57 રન ફટકારી ટીમ ઈન્ડિયાને 200નો આંકડો પાર કરવામાં મદદ કરી હતીયશસ્વી જયસ્વાલની પહેલી વિકેટ પણ ગસ એટકિન્સે લીધી હતી. આ સિવાય જોસ ટંગે ત્રણ વિકેટ અને ક્રિસ વોક્સે એક વિકેટ ઝડપી હતી. જ્યારે શુભમન ગિલ 35 બોલમાં 21 રન બનાવી રનઆઉટ થયો હતો.

શુભમન ગિલની આગેવાનીમાં ભારતીય ટીમ પાંચ મેચોની સીરિઝમાં 2-1થી પાછળ છે. તેથી આ મેચ નિર્ણાયક છે. આ મેચ ડ્રો રહેશે અથવા તો યજમાન ઇંગ્લેડને જીત મેળવી તો ટીમ ઈન્ડિયા સીરિઝ ગુમાવી દેશે.

 

LEAVE A REPLY