(istockphoto.com)

ગુજરાતના ભરૂચમાં 2015ના ડબલ મર્ડર કેસના સંબંધમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ પાકિસ્તાન સ્થિત ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમના એક સાગરિતની બે સ્થાવર મિલકતો જપ્ત કરી હતી.

તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપી મોહમ્મદ યુનુસ ઉર્ફે માંજરોની મિલકતો અમદાવાદની NIA સ્પેશિયલ કોર્ટના આદેશ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) કાયદા હેઠળ જપ્ત કરવામાં આવી છે. જપ્ત કરાયેલી મિલકતોમાં રેસિડેન્શિયલ મકાન અને બીજી મિલકતોનો સમાવેશ થાય છે. નવેમ્બર 2015માં ભાજપના કાર્યકરો શિરીષ બંગાળી અને પ્રગ્નેશ મિસ્ત્રીની  હત્યામાં ભૂમિકા બદલ માંજરોની ધરપકડ કરાઈ હતી.

NIA દ્વારા આ જપ્તીઓ પાકિસ્તાનથી કાર્યરત ડી-કંપની ગેંગના આતંકવાદી ઇકોસિસ્ટમને તોડી પાડવાની દિશામાં ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે

LEAVE A REPLY