અમરનાથ
(ANI Photo)

ભારે વરસાદથી યાત્રા માર્ગોને થયેલા નુકસાન અને હવામાનની વિકટ સ્થિતિને કારણે જમ્મુ અને કાશ્મીરના સત્તાવાળાઓએ અમરનાથ યાત્રા એક અઠવાડિયા વહેલી બંધ કરવાની જાહેરાત કરી હતી. જોકે આ વર્ષે આશરે 4 લાખ શ્રદ્ધાળુઓએ બર્ફાની બાબાના દર્શન કર્યા હતાં. નિયત કાર્યક્રમ મુજબ પ્રસિદ્ધ અમરનાથ યાત્રા 9મી ઓગષ્ટે રક્ષાબંધનના દિવસે સંપન્ન થવાની હતી.

૩૮ દિવસની વાર્ષિક યાત્રા ૩ જુલાઈના રોજ પરંપરાગત પહેલગામ અને ટૂંકા બાલતાલ બંને માર્ગોથી શરૂ થઈ હતી.
આ ક્ષેત્રમાં ભારે વરસાદને કારણે ત્રણ દિવસ પહેલાથી જ તીર્થયાત્રીઓને અસ્થાયી રીતે રોકી દેવામાં આવ્યા હતા. માર્ગોની અસુરક્ષિત સ્થિતિ અને તાત્કાલિક મરામતની જરૂરિયાતના કારણે બાલટાલ કે પહેલગામ – બંને પરસ્પર માર્ગોથી યાત્રા શરૂ થશે નહીં.

શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડના આંકડા મુજબ આ વર્ષે યાત્રા સમય કરતાં પહેલા (9 ઓગષ્ટ) સંપન્ન થવા છતાં લગભગ ચાર લાખ તીર્થયાત્રીઓએ પવિત્ર ગુફા મંદિરના દર્શન કર્યા હતો. હવામાન સંબંધિત સ્થિતિને કારણે ગત સપ્તાહથી તીર્થયાત્રીઓની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 22મી એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી આ વર્ષે અમરનાથ યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થા ખૂબ ચુસ્ત કરવામાં આવી હતી. સરકારે વર્તમાન સુરક્ષા દળોની સાથે-સાથે 600થી વધુ અર્ધસૈનિક દળોની કંપનીઓ ગોઠવી હતી, જેનાથી આ દેશની સૌથી ચુસ્ત સુરક્ષા ધરાવતી તીર્થયાત્રીઓ પૈકીની એક યાત્રા બની ગઈ હતી.

LEAVE A REPLY