(ANI Photo)

રિતિક રોશન અને જુનિયર એનટીઆરની બહુચર્ચિત ફિલ્મ ‘વૉર 2’ 14 ઓગસ્ટે રીલીઝ થઇ રહી છે. આ વર્ષે સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાં તે સ્થાન ધરાવેછે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર લોંચ થયું હતું, ત્યારથી તેના નિર્માણ અંગે ઘણી ચર્ચા છે.

આ ફિલ્મમાં 6 અલગ અલગ પ્રકારની એક્શન સીક્વન્સ હોવાનું ટ્રેલર પરથી જણાય છે. આ વિશ્વકક્ષાની ફિલ્મમાં રિતિક મેજર કબીર ઢાલિવાલના પાત્રમાં, કિઆરા અડવાણી કાવ્યા લુથરાની ભૂમિકામાં જોવા મળશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ સૌથી મોંઘી સ્પાય થ્રિલર ફિલ્મ છે, તેના નિર્માણનું બજેટ રૂ. 400 કરોડનું હતું, તેણે ટાઇગર-3ના 350 કરોડના ખર્ચના આંકડા અને પઠાણના 325 કરોડના ખર્ચના આંકડાને પણ વટાવી દીધો છે. 400 કરોડમાં હજુ માર્કેટિંગ અને પ્રિન્ટ પબ્લિસિટીનું બજેટ તો ગણાયું જ નથી.

આ બજેટમાં પણ આ ફિલ્મનાં બંને મુખ્ય કલાકારોની મોટી ફીનો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મ માટે જુનિયર એનટીએરને 70 કરોડ અને રિતિક રોશનને 50 કરોડ ઉપરાંત ફિલ્મની આવકમાંથી પણ હિસ્સો આપવાની ડીલ કરવામાં આવી હોવાનું કહેવાય છે. જ્યારે કિઆરા અડવાણીને ફી પેટે 15 કરોડ ચૂકવાયા હોવાની ચર્ચા છે. અનિલ કપૂરને આ ફિલ્મમાં 10 કરોડ જેટલી ફી મળી છે. તો મુખ્ય કલાકારોની ફીના જ 150 કરોડ થઈ ગયા છે.

જ્યારે ફિલ્મના દિગ્દર્શક આયાન મુખર્જીએ આ ફિલ્મ માટે 30 કરોડ લીધા હોવાની ચર્ચા છે. સૂત્રો કહે છે કે, બાકીના 220 કરોડ ફિલ્મની ઉત્તમ ગુણવત્તા પાછળ અને તેના પહેલા ભારતમાં ન જોવા મળ્યો હોય એવા સ્કેલ પર ખર્ચ થયા છે.
આ એક્શન થ્રિલર સ્પાય ફિલ્મમાં રિતિકે પ્રોડ્યુસર આદિત્ય ચોપરા પાસેથી ફી ઉપરાંત મોટો હિસ્સો પ્રોફિટ શેરિંગમાં પણ માગ્યો હોવાનું કહેવાય છે.

જ્યારથી આ ફ્રેન્ચાઈઝીની પહેલી ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી રિતિક આ ફિલ્મમાં આદિત્ય ચોપરા સાથે પાર્ટનર છે. પહેલી ‘વૉર’ 2019માં યશરાજ ફિલ્મ્સે રિલીઝ કરી હતી. આ નવી ફિલ્મ બધાં જ થીએટરમાંથી ઉતરી જશે પછી આદિત્ય ચોપરા રિતિકને કુલ નાફામાંથી તેનો હિસ્સો આપશે. આ ફિલ્મ કમાણીમાં પણ અનેક ફિલ્મના રેકોર્ડ તોડશે એવી અપેક્ષા છે, જેથી રિકિતને ફી ઉપરાંત ઘણો નફો મળવાની સંભાવના છે. આદિત્ય ચોપરાએ આવી ડીલ અગાઉ શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન સાથે પણ કરી હતી.

આ ફિલ્મથી જુનિયર એનટીઆર હિન્દી ફિલ્મમાં પદાર્પણ કરશે. હવે તેની ડીલમાં એક વળાંક આવ્યો છે. સૂત્રો કહે છે કે, ‘વૉર 2’ના તેલુગુ વર્ઝનના અધિકારો સીધા જ નાગા વામસીને આપી દીધાં છે. રિતિકની જેમ હવે જુનિયર એનટીઆરે પણ ફિલ્મના તેલુગુ વર્ઝન માટે પ્રોફિટ શેરીંગ ડીલ કરી લીધી છે.

આથી જુનિયર એનટીઆરને આ ફિલ્મમાંથી કુલ 100 કરોડ જેટલી આવક થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ફિલ્મના તેલુગુ વર્ઝનના નફામાં યશરાજ ફિલ્મ્સ કે રિતિકને કોઈ હિસ્સો મળવાનો નથી.

અનેક દેશોના ડોલ્બી સિનેમામાં રિલીઝ થનારી એકમાત્ર ફિલ્મ 

યશરાજ ફિલ્મ્સ અને વિશ્વમાં લોકોને મનોરંજનનો અનુભવ કરાવવામાં અગ્રેસર એવા ડોલ્બી લેબોરેટરીઝ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, દુનિયાભરના ડોલ્બી સિનેમામાં રિલીઝ થનારી ‘વૉર 2’ એકમાત્ર ફિલ્મ હશે. ભારતમાં ડોલ્બી સિનેમામાં રિલીઝ થનારી ‘વૉર 2’ પ્રથમ ફિલ્મ હશે. આ ફિલ્મ નોર્થ અમેરિકા, યૂકે, યૂએઈ, સાઉદી અરેબિયા, કુવૈત અને અન્ય દેશોમાં હિન્દી અને તેલુગુ બંને ભાષામાં રિલીઝ થશે.

જેમાં ડોલ્બીની ટેક્નોલોજીના કારણે દર્શકોને નવો અનુભવ મળી રહેશે. સાથે જ ફિલ્મમાં ઝિણવટભરી સર્જનાત્મકતા પણ દર્શકોને જોવા મળશે. ડોલ્બી દ્વારા પુણેના ખારડી ખાતે પ્રથમ થીયેટર શરૂ કરાયું છે, ત્યારપછી તેઓ હૈદ્રાબાદ, બેંગ્લુરુ, ત્રિચી, કોચી અને ઉલ્લીકલ ખાતે થીયેટર ખોલી રહ્યા છે. 2020માં યશરાજ ફિલ્મ્સ ડોલ્બી એટમોસ મ્યુઝિકનો અનુભવ આપનાર પ્રથમ પ્રોડક્શન હાઉસ બન્યું હતું. 1995માં યશરાજની ‘દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે’માં ડોલ્બી ઓડિયોનો ઉપોયગ થયો હતો. ત્યાર પછી તો યશરાજના અનેક ગીતો ડોલ્બીમાં રિલીઝ થયાં છે.

આ અંગે યશરાજ ફિલ્મ્સના ડિસ્ટ્રીબ્યુશનના વાઇસ પ્રેસિડેન્ટ રોહન મલ્હોત્રાએ જણાવ્યું હતું, “યશરાજનો વિચાર હંમેશા દર્શકોને સૌથી સમૃદ્ધ અનુભવ આપવાનો છે. પહેલાં ડોલ્બી ઓડિયો, પછી ડોલ્બી એટમોસમાં અમારી બ્લોકબસ્ટર ફિલ્મ બનાવવી અને હવે ડોલ્બી સિનેમા સાથે આગળ વધવું એ અમારું દર્શ

LEAVE A REPLY