હેરો સ્થિત સાઈરામ વિલા કેર હોમ દ્વારા ૯મી વર્ષગાંઠ પ્રસંગે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હેરોના મેયર અંજનાબેન પટેલે ઉપસ્થિત રહી કેર હોમનાં રહેવાસીઓ સાથે સમય વિતાવ્યો હતો.
અંજનાબેને જણાવ્યું હતું કે, ‘’માનવતા એ સારવાર છે અને સંસ્કાર એ દવા છે. આ એક એવું સ્થાન છે, જ્યાં અલ્ઝાઈમર, ડિમેન્શિયા અથવા એકલવાયુ જીવન જીવતા રહેવાસીઓને માત્ર આરોગ્યસેવા જ નહિં, પણ ખરેખર એક “ઘર” તરીકે પ્રેમ, આદર અને માન આપીને સંસ્કારપૂર્વક જીવવાની જગ્યાની અનુભૂતિ કરાવે છે.’’
સાઈરામ વિલાનાં મેનેજિંગ ડિરેક્ટર સંદીપ રૂપારેલિયાએ કહ્યું કે ‘’આ કેર હોમને કોઈ બિઝનેસ તરીકે નહીં, પણ માનવ સેવા તરીકે વિકસાવ્યું છે. અમારા રહેવાસીઓને એવું લાગે છે કે તેઓ તેઓ પોતાના ઘરે છે, પરિવાર સાથે રહે છે.”
