નૃત્ય મહોત્સવ
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ન્યૂયોર્ક સિટીના પ્રખ્યાત જાહેર નૃત્ય મહોત્સવ ‘બેટરી ડાન્સ ફેસ્ટિવલ’માં આ વર્ષે ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી પણ કરાશે. 12થી 16 ઓગસ્ટ સુધી ચાલનારા 44માં વાર્ષિક બેટરી ડાન્સ ફેસ્ટિવલમાં શહેરની જીવંત કલા અને સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે અને આ વખતે તે ભારતના સ્વતંત્રતા દિવસને સમર્પિત એક ખાસ કાર્યક્રમ રજૂ કરાશે.

15 ઓગસ્ટે ભારતના સ્વતંત્રતા દિવસ નિમિત્તે આ મહોત્સવમાં ‘ઇન્ડિયા ડે’નું આયોજન કરાશે. તેમાં ‘શક્તિ – દૈવી ઉર્જા’નું પ્રદર્શન કરાશે. બેટરી ડાન્સના સ્થાપક અને આર્ટિસ્ટીક દિગ્દર્શક જોનાથન હોલેન્ડરે જણાવ્યું હતું કે, “છેલ્લા બે વર્ષથી અમે ‘પુરુષ’, નર્તકો પર ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, અને આ વર્ષે અમે તેને બદલી નાખ્યું છે અને અમે ‘શક્તિ, દૈવી ઉર્જા’ પર ધ્યાન કેન્દ્રિત કરીશું.”

ઇન્ડિયા ડે પ્રોગ્રામને ન્યૂ યોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ન્યૂ યોર્ક તરફથી ગ્રાન્ટ મારફત સમર્થન આપવામાં આવ્યું છે. તેમાં પિટ્સબર્ગના નંદનિક ડાન્સ ટ્રુપ અને કોલકાતાના કોરિયોગ્રાફર સુભાજીત ખુશ દાસ દેવી કાલી પર એક કાર્યક્રમ રજૂ કરશે. ભારત અને અમેરિકાના કલાકારો વિવિધ પર્ફોર્મન્સ આપશે.

બેટરી ડાન્સ ફેસ્ટિવલ એ ન્યુ યોર્ક સિટીનો સૌથી લાંબા સમયથી ચાલતો ફ્રી પબ્લિક ડાન્સ ફેસ્વિલ છે. જેમાં દર વર્ષે 12,000થી વધુ વ્યક્તિઓ ભાગ લે છે. તે 10,000થી વધુ વર્ચ્યુઅલ દર્શકોને આકર્ષે છે.

 

LEAVE A REPLY