(Photo by Tom Dulat/Getty Images for Surrey CCC)

લોર્ડ્સ સ્થિત લંડન સ્પિરિટના નવા રોકાણકાર ટેક ટાઇટન્સના નવા લીડરે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની એપિક ટેસ્ટ સીરીઝ પુરી થવાના ટુંક સમયમાં જ ‘ધ હન્ડ્રેડ’ની શરૂઆત થાય નહીં તે માટે સારૂં આયોજન થવું જરૂરી હોવાનું જણાવ્યું છે.

પાલો અલ્ટો નેટવર્કના સીઇઓ અને ભારતીય સમુદાયના નિકેશ અરોરાએ ટેક જાયન્ટ્સ ગૂગલ, માઇક્રોસોફ્ટ અને યુટ્યૂબ સહિતની કંપનીઓના ટોચના બિઝનેસ માંધાતાઓને લોર્ડ્સ ફ્રેન્ચાઇઝમાં રોકાણ માટે સાથે લાવવામાં સફળતા મેળવી હતી. જાન્યુઆરીમાં તેઓ ત્રણ કલાક ચાલેલી હરાજીમાં જીત્યા હતા અને લંડન સ્પિરિટમાં તે હરાજીમાં તેમણે £295 મિલિયનમાં હિસ્સો ખરીદ્યો હતો. તેમણે લોર્ડસની માલિક એમસીસી સાથે ભાગીદારી માટે 49 ટકા શેર ખરીદ્યા હતા.

લંડન સ્પિરિટે ગત સપ્તાહે ડીલ પૂર્ણ કરી હતી અને આ અઠવાડિયે આ કન્સોર્ટિયમના મોટાભાગના લોકો લોર્ડ્સમાં હતા. તેમણે નેટ્સમાં પોતાના બાળકો સાથે ક્રિકેટ રમવાનો આનંદ માણ્યો હતો. ભૂતપૂર્વ બ્રિટિશ પીએમ ઋષિ સુનક સાથે ડીનર લીધુ હતું અને પરિવાર સાથે લોર્ડ્સની પિચની મુલાકાત લીધી હતી.

તે મેચની પૂર્વ સંધ્યાએ એમસીસીના ક્રિકેટ ડાયરેક્ટર અને કોન્સોર્ટિયમના સભ્ય રોબ લિન્ચને તેમણે જણાવ્યુ હતું કે તેમણે શા માટે આ સ્પર્ધામાં આટલા નાણા રોક્યા છે અને તેનાથી તેમને શું ફાયદો થશે. તેના બીજા દિવસે સ્પિરિટની મેન્સ ટીમનો ઓવલ ઇન્વિન્સિબલ્સ સામે પરાજય થયો હતો. સ્પિરિટની ટીમ જેમી સ્મિથ અને જેમી ઓવરટન તેમજ ઇંગ્લેન્ડના ઉપસુકાની ઓલી પોપ વિના રમી હતી કારણ કે તે ખેલાડીઓ ભારત સામેની ટેસ્ટ સીરીઝમાં હતા.

LEAVE A REPLY