જૈનોના પર્યુષણ પર્વની પૂર્વસંધ્યાએ જ ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્યદેવ રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ મંગળવાર, 19 ઓગસ્ટના સાંજે ૬:૦૭ કલાકે અમદાવાદના સાબરમતી જૈન સંઘ ખાતે કાળધર્મ પામતા જૈન સમુદાયમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. તેઓ 82 વર્ષના હતાં અને તેમનો દીક્ષાપર્યાય 62 વર્ષનો રહ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી તેઓ નાંદુરસ્ત હતાં.
તેમના અંતિમ સંસ્કાર બુધવાર, 20 ઓગસ્ટે ગચ્છાધિપતિના વૈયાવચ્ચ કરનારા લબ્ધિ વિક્રમ નગર-સોલા રોડમાં બપોરે 2.30 કલાકે થશે.
વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્ય લબ્ધિસૂરીશ્વરજી મ.સા. સમયુદાયના તીર્થ પ્રભાવક આચાર્યદેવ વિક્રમલૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય શાસન પ્રવાભક તેમજ અનેક પ્રાચીન તીર્થો દ્વારક એવા ગચ્છાધિપતિ આચાર્યદેવ રાજયસૂરીશ્વરજી ઉપાશ્રયમાં આચાર્ય મનોહરકીરિત સાગરજીની નિશ્રામાં ચતુર્વિધ સંઘ સાથે નવકારમંત્રની સમૂહ ધૂન સાથે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં હતાં.
રાજયશસૂરીશ્વરજીનું સંસારી નામ રમેશકુમાર હતું અને તેઓ નડિયાદના વતની હતા. સંસારી માતૃશ્રી સુભદ્રાબેન-સંસરાપી પિતા જિનદાસભાઈના તેઓ સંતાન હતા. તેમનો દીક્ષા દિવસ મહાવદ પાંચમ હતો, જ્યારે ગચ્છાધિપતિ પદવી મહા સુદ ચોથના દિવસે આપવામાં આવી હતી.
19 ઓગસ્ટ મંગળવાર રાત્રે સાબરમતીમાં તેમના પાર્થિવ દેહને સકલ સંઘના દર્શનાર્થે મૂકવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો અંતિમ દર્શન કર્યાં હતાં.
