યશરાજ ફિલ્મ્સની તાજેતરમાં રિલીઝ થયેલી મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ ‘સૈયારા’ બોક્સ ઓફિસ સાથે વૈશ્વિક ક્ષેત્રે પણ ઇતિહાસ સર્જી રહી છે. હવે આ ફિલ્મનું ટાઇટલ ગીત સ્પોટીફાયના ટોપ 50 ગ્લોબલ ચાર્ટમાં ટોપ 7માં પહોંચેલું બોલીવૂડનું પ્રથમ ગીત બન્યું છે.
અત્યાર સુધીમાં આ ગીત ગ્લોબલી 3.87 મિલિયન વખત સ્ટ્રીમ થયું છે, તેમાં પણ 3.61 મિલિયન વ્યુઝ તો માત્ર ભારતમાંથી જ મળ્યાં છે.
નવોદિત કલાકારો અહાન પાંડે અને અનીત પડ્ડાની ‘સૈયારા’, ‘કહોના પ્યાર હે’ પછી ન્યુકમર્સની પ્રથમ સુપર-ડુપર હિટ ફિલ્મ છે, આ ફિલ્મ રીલીઝના પ્રથમ માત્ર 4 દિવસમાં 100 કરોડની કમાણી કરી લીધી. ‘સૈયારા’નું આલ્બમ પહેલાંથી જ ઘણું લોકપ્રિય થયું છે, જેમાં તનિષ્ક બાગચી, ફહીમ અર્સલાન, જુબિન નોટિયાલ, શિલ્પા રાવ, વિશ્લા મિશ્રા, અરિજિત સિંહ, સચેત પરંપરા, શ્રેયા ઘોષાલ અને મિથન જેવા કલાકારોએ ગીતોને અવાજ આપ્યો છે.
આટલું ઓછું હોય તેમ વિવિધ પ્રકારન પ્લેટફર્મ પર આ ગીતને પહેલા નંબરે પહોંચાડવા માટે સોશિયલ મીડિયા પર કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રકારના એક કેમ્પેઇનને અનન્યા પાંડેએ પણ પોતાનો અવાજ આપ્યો હતો. આ બાબતને આ ફિલ્મના મ્યુઝિક કમ્પોઝર તનિષ્ક બાગચીએ પણ ગર્વની ક્ષણ ગણાવી હતી. સાથે તેણે તેમનો ઉત્સાહ વધારવા બદલ ચાહકોનો આભાર પણ માન્યો હતો.
