ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્સના કેસમાં ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ક્રિકેટર રોબિન ઉથપ્પા અને યુવરાજ સિંહ તથા અભિનેતા સોનુ સૂદ સહિતની સેલિબ્રિટીને પૂછપરછ માટે સમન્સ મોકલ્યાં હતાં. આ સટ્ટાબાજી એપને પ્રમોટ કરવા માટે તેમને સમન્સ કરાયા છે.
મની-લોન્ડરિંગ કાયદાના કથિત ઉલ્લંઘન બદલ તપાસ થનારી સેલિબ્રિટીઓ યાદીમાં આ વધુ ત્રણ નામ જોડાયા છે. ત્રણેયને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સમન્સ પાઠવ્યાં છે. ઉથપ્પાને સોમવારે, યુવરાજ સિંહને મંગળવારે અને સોનૂ સૂદને બુધવારે પૂછપરછ માટે બોલવામાં આવ્યાં છે.
ક્રિકેટ મેચોના લાઈવ સ્ક્રીનીંગ દરમિયાન વારંવાર જાહેરાત આપતી 1xBet એપ દ્વારા મની લોન્ડરિંગ અને કરચોરીની તપાસ કરતી ED દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. અગાઉ શિખર ધવન અને સુરેશ રૈના, તેમજ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને તૃણમૂલ સાંસદ મીમી ચક્રવર્તીને પણ સમન્સ કરાયા હતાં. વાસ્તવમાં, ED અનેક સટ્ટાબાજી પ્લેટફોર્મની તકથા તેને પ્રમોટ કરવામાં સેલિબ્રિટીની ભૂમિકા તપાસ કરી રહી છે.
