લોકપ્રિય આઇસ્ક્રીમ બ્રાન્ડ બેન એન્ડ જેરીના સહ-સ્થાપક જેરી ગ્રીનફિલ્ડે પેરેન્ટ કંપની યુનિલિવર સાથે ગાઝા સંઘર્ષના મુદ્દે મતભેદો અને જાહેર ઝઘડા પછી કંપનીમાં બ્રાન્ડ એમ્બેસેડરની ભૂમિકા પરથી રાજીનામું આપ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે જેરી ગ્રીનફિલ્ડ અને બેન કોહેને ભાગીદારીમાં સ્થાપેલી આ બ્રાન્ડને વર્ષ 2000માં યુનિલિવરે હસ્તગત કરી હતી. યુનિલિવર હાલમાં બેન એન્ડ જેરી બ્રાન્ડ સહિત તેના મેગ્નમ આઇસ યુનિટને અલગ કરી રહી છે.
યુનિલિવર અને બેન એન્ડ જેરી વચ્ચેના સંબંધો 2021થી તૂટી ગયા હતાં. તે સમયે આઈસ્ક્રીમ ઉત્પાદકે કહ્યું હતું કે તે ઇઝરાયલના કબજા હેઠળના પશ્ચિમ કાંઠે વેચાણ બંધ કરશે,
સોશિયલ મીડિયા પર તેમના બિઝનેસ પાર્ટનર બેન કોહેને જારી કરેલા ખુલ્લા પત્રમાં ગ્રીનફિલ્ડે જણાવ્યું હતું કે પ્રગતિશીલ મુદ્દાઓ પર તેની સામાજિક સક્રિયતા માટે જાણીતી વર્મોન્ટ સ્થિત કંપનીને તાજેતરના વર્ષોમાં યુનિલિવર ચુપ કરી દીધી છે. ભગ્ન હૃદય સાથે મેં નક્કી કર્યું છે કે હું હવે અંતરાત્મા સાથે અને 47 વર્ષ પછી બેન એન્ડ જેરીનો કર્મચારી રહી શકતો નથી. ન્યાય, સમાનતા અને સહિયારી માનવતા જેવા મૂલ્યો માટે ઊભા રહેવું ક્યારેય એટલું મહત્વપૂર્ણ નહોતું, છતાં બેન અને જેરીને સત્તામાં રહેલા લોકોને નારાજ કરવાના ડરથી ચૂપ કરી દેવામાં આવી છે.
તાજેતરના મહિનાઓમાં બેન એન્ડ જેરી ગાઝા અને પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિ જેવા મુદ્દા સામે અવાજ ઉઠાવતી હતી. બેન એન્ડ જેરી લાંબા સમયથી આઈસ્ક્રીમ અને તેની સાથે સોશિયલ એક્ટિવિઝમ માટે જાણીતી છે. તેને 2019માં વંશીય ન્યાય વિશે જાગૃતિ લાવવા માટે “જસ્ટિસ રિમિક્સ્ડ” ચોકલેટ આઈસ્ક્રીમ લોન્ચ કર્યો હતો. 2009માં ગે લગ્નને ટેકો આપવા માટે ચબ્બી હબ્બીનું નામ બદલીને “હબ્બી હબ્બી” રાખ્યું હતું.
યુનિલિવર અને તેની મેગ્નમ આઈસ્ક્રીમ કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તે ગ્રીનફિલ્ડના દ્રષ્ટિકોણ સાથે અસંમત છે અને બંને સહ-સ્થાપકોને વિશ્વમાં બેન અને જેરીની શક્તિશાળી મૂલ્યો-આધારિત સ્થિતિને કેવી રીતે મજબૂત કરવી તે અંગે રચનાત્મક વાતચીતમાં જોડવાનો પ્રયાસ કર્યો છે.”
જોકે 2021 થી યુનિલિવર અને બેન એન્ડ જેરી વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે, જ્યારે આઈસ્ક્રીમ ઉત્પાદકે કહ્યું કે તે ઇઝરાયલના કબજા હેઠળના પશ્ચિમ કાંઠે વેચાણ બંધ કરશે, આ પગલાને કારણે કેટલાક રોકાણકારો લંડન સ્થિત પેરેન્ટ કંપનીથી અલગ થયા હતા. ગ્રીનફિલ્ડ અને કોહેને તે સમયે ન્યૂ યોર્ક ટાઇમ્સમાં લખ્યું હતું કે તેઓ આ પગલાને ટેકો આપે છે.
