મંધાના
(Photo by Pankaj Nangia/Getty Images)

ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચેની ત્રણ મેચની વન-ડે સીરિઝની છેલ્લી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ગયા સપ્તાહે શનિવારે રમાઈ હતી.

ભારતની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના માટે આ મેચ યાદગાર બની રહી હતી. તેણે ફક્ત 50 બોલમાં સદી ફટકારી ભારત તરફથી વન-ડેમાં સૌથી ઝડપી સદીનો નવો રેકોર્ડ નોંધાવ્યો હતો, જે ફક્ત મહિલા નહીં, પુરૂષ ક્રિકેટમાં પણ ભારત તરફથી એક રેકોર્ડ બન્યો છે.

પુરૂષ ખેલાડીઓમાં આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે, ઓસ્ટ્રેલિયા સામે જ છે. કોહલીએ 2013માં 52 બોલમાં સદીનો રેકોર્ડ છે. સ્મૃતિએ 23 બોલમાં સ્મૃતિના નામે ભારતમાં મહિલા વન-ડેમાં સૌથી ઝડપી અડદી સદીનો પણ રેકોર્ડ શનિવારે નોંધાયો હતો. મંધાનાની બીજી સદી છે. તેણે સતત બે વખત એક કેલેન્ડર વર્ષમાં ચાર-ચાર વન-ડે સદીનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો.

LEAVE A REPLY