REUTERS/Raghed Waked

‘નો-હેન્ડશેક’ તેમજ મેચ રેફરી અંગેના વિવાદ વચ્ચે એશિયા કપ એશિયા કપ ટી-૨૦માં રવિવાર, 21 સપ્ટેમ્બરે ભારતીય સમય મુજબ સાંજે આઠ વાગ્યે ફરી બે કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. ભારતે એ ગ્રૂપની પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ભારત અત્યાર સુધી તમામ ત્રણેય મેચ જીત્યું છે.

ભારતીય ટીમે ગ્રૂપ સ્ટેજની મેચમાં પાકિસ્તાન સામે હાથ મિલાવ્યા ન હતાં અને આજની સુપર ફોરની મેચમાં પણ ટીમ ઈન્ડિયા આ નિર્ણયને વળગી રહેવાની છે, તેથી ફરી વિવાદ ઊભો થવાની પણ શક્યતા છે. ગ્રૂપ સ્ટેજની મેચમાં ભારતે 128નો ટાર્ગેટ માત્ર 15.5 ઓવરમાં જ ત્રણ વિકેટ ગુમાવીને પાર પાડ્યો હતો. સૂર્યકુમારે 47 રનની અણનમ કેપ્ટન્સ ઈનિંગ રમી હતી. સેમસને અડધી સદી ફટકારતાં ફોર્મ મેળવી લીધું છે. જ્યારે ગિલનું ફોર્મ ટીમ માટે ચિંતાજનક છે. જોકે અભિષેક, તિલક વર્મા, શિવમ દુબે, હાર્દિક પંડ્યા તેમજ અક્ષર પટેલ ફિયરલેસ બેટિંગને સહારે મેચનું પાસું પલ્ટી નાંખી શકે છે.

સૂર્યકુમારની આગેવાની હેઠળની વર્લ્ડ ટી-20 ચેમ્પિયન ટીમ ઈન્ડિયામાં ઓલરાઉન્ડર્સની હાજરી નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે. હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલની જોડી બેટિંગની સાથે સાથે બોલિંગમાં પણ પ્રભાવશાળી દેખાવ કરવા માટે સક્ષમ છે. તેની સાથે સાથે શિવમ દુબે અને અભિષેક શર્મા પણ બોલિંગથી કમાલ કરી શકે છે. કેપ્ટન સૂર્યકુમારને બોલિંગમાં વૈવિઘ્યસભર વિકલ્પો પ્રાપ્ત થયા છે અને તેના થકી જ ભારતની ટીમ વઘુ સંતુલિત અને મજબુત બની છે.
ફાસ્ટ બોલર બુમરાહ આગવું પ્રભુત્વ જાળવી રાખવા માટે આતુર છે. અક્ષરની સાથે કુલદીપ અને વરૂણની ત્રિપુટીએ પાકિસ્તાનને ગ્રૂપ સ્ટેજની મેચમાં પરેશાન કરી દીઘું હતુ અને કુલ છ વિકેટ ઝડપી હતી. અભિષેક શર્માએ પણ બોલિંગ પર હાથ અજમાવ્યો હતો. ભારતના ઘાતક બોલિંગ આક્રમણ સામે પાકિસ્તાનના બેટ્‌સમેનો બેકફૂટ પર જ રહેશે તેમ ચાહકોને લાગી રહ્યું છે.

ભારત સામેની પ્રથમ ગ્રૂપ સ્ટેજની મેચમાં હાથ મિલાવવા અંગે સર્જાયેલા વિવાદને પગલે પાકિસ્તાને મેચ રેફરી પાયક્રોફ્‌ટને જવાબદાર ઠેરવતા તેમની હકાલપટ્ટીની માગ કરી હતી. જોકે ત્યાર બાદ મેચ રેફરી પાયક્રોફ્‌ટે ગેરસમજ અંગે માફી માગી લેતા વિવાદ શમી ગયો હતો. આ પછી હવે આવતીકાલે રમાનારી ભારત અને પાકિસ્તાનની સુપર ફોરની મેચમાં પણ આઇસીસીએ મેચ રેફરી તરીકે પાયક્રોફ્‌ટની જ નિયુક્તિ કરી છે. પાકિસ્તાન માટે આ સ્થિતિ ક્ષોભજનક છે,

LEAVE A REPLY