પેન્સિલવેનિયાના ઇસ્ટ સ્ટ્રોડ્સબર્ગમાં શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક કેન્દ્ર (SRSC) ખાતે તા. 26થી 28 સપ્ટેમ્બર, 2025 દરમિયાન પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની 60મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે મન, શરીર અને આત્માનો સુમેળ સાઘવા માટે રચાયેલ ધ્યાન, યોગ, માઇન્ડફુલનેસ અને આધ્યાત્મિક વર્કશોપનું આયોજન કરાયું છે. ઉપસ્થિત સૌ મેગા હ્યુમેનિટેરિયન કેમ્પ દ્વારા સમુદાયની સેવામાં પણ જોડાશે અને હેલ્થકેરના અંતરને દૂર કરી વંચિત લોકોને ભોજન પૂરું પાડશે.
પોકોનો પર્વતોમાં આવેલું ઇસ્ટ સ્ટ્રોડ્સબર્ગમાં શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક કેન્દ્ર 400 એકરમાં ફેલાયેલું છે અને સ્વસ્થ જીવન, ચિંતન અને સેવાને પ્રોત્સાહન આપતા વેલનેસ અને કોમ્યુનીટી સેન્ટર તરીકે સેવા આપે છે. આ મહોત્સવમાં પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા દૈનિક આધ્યાત્મિક પ્રવચનો, સચિન-જીગરની જોડીના ભક્તિ સંગીત, નેચર વોક અને આત્મપિત દીક્ષા સમારોહ યોજાનાર છે.
વધુ વિગતો અને નોંધણી માટે, srmd.org/festival-of-blissની મુલાકાત લો.
