જૈન વિશ્વ ભારતી લંડન (JVB) એ તા. 21ના રોજ બોરહમવુડના ખાતે જૈન પર્યુષણ પર્વ પછી વાર્ષિક મૈત્રી મિલનનું આયોજન કર્યું હતું જેમાં ભક્તો, સમાજના નેતાઓ અને મહાનુભાવોએ ચિંતન, ભક્તિ અને ઉજવણી કરી હતી.

કાર્યક્રમની શરૂઆત સહ-અધ્યક્ષો જીત ધેલરિયા અને ડૉ. સુનિલ દુગરના ઉષ્માભર્યા શુભેચ્છાઓ સાથે થઈ હતી. ટ્રસ્ટી રાજેશ જૈને સંસ્થાની મુખ્ય પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડ્યો હતો, જ્યારે હસુભાઈ વોરા અને ડૉ. મેહુલ સંઘરાજકા MBE ના ભાષણોએ જૈન મૂલ્યો અને સમુદાય સેવા પર મૂલ્યવાન સમજ ઉમેરી હતી.

 

સમણી જી જયંત પ્રજ્ઞાજીના ભજનો દ્વારા ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. ત્યારબાદ પ્રજ્ઞાબેન, ભક્તિ અને રેણુકાજી દ્વારા ભક્તામર સ્તોત્રની ભાવનાત્મક રજૂઆત કરવામાં આવી હતી. જય હરણ, પ્રાચી મહેતા અને પંકજ કોઠારીને સેવાઓ બદલ સન્માનિત કરાયા હતા, જ્યારે રૂપાલી દુગર અને શ્રદ્ધા બોરાણાએ સંસ્થાની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર કાઉન્સિલર તુષાર કુમાર, કાઉન્સિલર પ્રવીણ રાની તથા પંકિતભાઈ શાહ, અગ્રણીઓ નેમુભાઈ ચંદેરિયા, મનહરભાઈ મહેતા, દિલીપભાઈ મીઠાણી, વિનોદભાઈ કપાસી, નિરજભાઈ સુતરિયા અને મુકેશભાઈ કપાસી ઉપસ્થિત રહ્યા હતા.

સમણી જી સંમતિ પ્રજ્ઞાજીએ આત્મહિતના સાર પર ભાર મૂકી જૈન મૂલ્યો, પરસ્પર આદર અને વિકાસને જાળવી રાખવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. સમણી જી મલય પ્રજ્ઞાજીએ ગહન મંગલ પ્રવચન આપ્યું હતું, જ્યારે સમણી જી નીતિ પ્રજ્ઞાજીએ ભક્તિમય પ્રસ્તુતિનું માર્ગદર્શન આપ્યું હતું.

LEAVE A REPLY