એર ઇન્ડિયાની અમૃતસર-બર્મિંગહામ ફ્લાઇટના ઓપરેટિંગ ક્રૂએ અહેવાલ આપ્યો હતો કે બોઇંગ 787નું રેમ એર ટર્બાઇન (RAT) સિસ્ટમ 4 ઓક્ટોબરના રોજ ઉતરાણ દરમિયાન અચાનક એક્ટિવ થયું હતું. જોકે વિમાનનું વિમાન સુરક્ષિત લેન્ડિંગ થયું હતું અને તમામ મુસાફરો સુરક્ષિત હતાં, એમ એરલાઇને શનિવારે જણાવ્યું હતું.
એર ઈન્ડિયાએ આ અંગે માહિતી આપી હતી કે ફાઈનલ એપ્રોચ દરમિયાન RAT સિસ્ટમ આપોઆપ એક્ટિવ થઈ ગઈ હતી. ફ્લાઈટ AI117ના ઓપરેટર્સે બર્મિંઘમ પહોંચતાં પહેલાં જ RATનું ડિપ્લોયમેન્ટ નોંધ્યું હતું. તમામ વિદ્યુત અને હાઈડ્રોલિક માનક સામાન્ય હતાં અને વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવુ પડ્યું હતું. વિમાનને ટેક્નિકલ તપાસ માટે ગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે. તેની રિટર્ન ફ્લાઈટ (બર્મિંઘમથી દિલ્હી) રદ કરવામાં આવી હતી. તમામ પ્રભાવિત મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી.
સામાન્ય રીતે ડ્યુઅલ એન્જિન નિષ્ફળતા અથવા સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક અથવા હાઇડ્રોલિક નિષ્ફળતાના કિસ્સામાં RAT સિસ્ટમ આપમેળે એક્ટિવ થાય છે. તે ઇમર્જન્સી પાવર ઉત્પન્ન કરવા માટે પવનની ગતિનો ઉપયોગ કરે છે.
રેમ એર ટર્બાઇન (RAT)એ વિમાનમાં એક નાનું ઇમર્જન્સી વિન્ડ ટર્બાઇન છે. એન્જિનમાંથી પાવર મળતો બંધ થાય ત્યારે તે સિસ્ટમને પાવર પૂરો પાડે છે. તે એક સેફ્ટી ઇક્વિપમેન્ટ છે.
