યુએસ
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) અમેરિકાને જોરદાર ઝટકો આપતા ગયા સપ્તાહે તાત્કાલિક અસરથી યુએસએ ક્રિકેટનું સભ્યપદ સસ્પેન્ડ કર્યું છે. યુએસએ ક્રિકેટની કામગીરીની એક વર્ષની લાંબી સમીક્ષા અને તે દરમિયાન વારંવાર નિયમોના ઉલ્લંઘનોને પગલે લેવાયો હતો.

સત્તાવાર નિવેદનમાં આઈસીસીએ જણાવ્યું હતું કે આ સસ્પેન્શન USA ક્રિકેટે આઈસીસીના બંધારણ હેઠળ પોતાની જવાબદારીઓની સતત અવગણના તથા નિયમોના અનેક ઉલ્લંઘનોને કારણે કરાયું છે. નિયમ ભંગમાં કાર્યરત રાષ્ટ્રીય રમત સંગઠન (NGB) નું કાર્યશીલ શાસન માળખું અપનાવવામાં નિષ્ફળતા, યુએસ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક સમિતિ (USOPC) સાથે જોડાણમાં પ્રગતિ કરવામાં નિષ્ફળતા અને યુનાઇટેડ સ્ટેટ્સ અને વૈશ્વિક સ્તરે ક્રિકેટની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.

ICC એ જણાવ્યું હતું કે આ સસ્પેન્શન ક્રિકેટના લાંબા ગાળાના હિતોનું રક્ષણ કરવા માટે જરૂરી, છતાં એક કમનસીબ પગલું છે. કાઉન્સિલે સ્પષ્ટ કર્યું હતું કે સસ્પેન્શનની અસર ખેલાડીઓ અથવા રમતને નહીં થાય. USA ની રાષ્ટ્રીય ટીમને ICC ઇવેન્ટ્સમાં ભાગ લેવાનો અધિકાર રહેશે જેમાં લોસ એન્જલસમાં 2028 ઓલિમ્પિક (LA28) ની તૈયારીઓ પણ સામેલ છે.

LEAVE A REPLY