એરસ્પેસ
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)
ટ્રમ્પ વહીવટીતંત્રે રશિયન એરસ્પેસનો ઉપયોગ કરતી ચીનની એરલાઇન્સના પર અમેરિકા આવવા-જવાના રૂટ પર પ્રતિબંધ મૂકવાની ગુરુવારે દરખાસ્ત કરી હતી. આવી હિલચાલ બદલ અમેરિકાની આકરી ટીકા કરતાં ચીનના ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આવા પ્રતિબંધો અમેરિકા સાથેના લોકો-થી-લોકોના આદાનપ્રદાન માટે હાનિકારક હશે. તેનાથી અમેરિકાના બિઝનેસને પણ નુકસાન થશે અને વૈશ્વિક મુસાફરો પર વધારાનો બોજ આવશે.
2022માં રશિયા-યુક્રેન યુદ્ધ પછી વોશિંગ્ટને રશિયન વિમાનોને યુએસ હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો હતો, જેના કારણે મોસ્કોએ પણ અમેરિકન અને અન્ય પશ્ચિમી એરલાઇન્સને રશિયા ઉપર ઉડાન ભરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આનાથી  યુએસ વિમાનોએ એશિયા માટે લાંબા અને વધુ ખર્ચાળ રૂટનો ઉપયોગ કરવો પડે છે. જોકે ચીનની એરલાઇન્સ હજુ પણ રશિયન એરસ્પેસનો ઉપયોગ કરે છે. તેથી ચીનની એરલાઇન્સને સમય અને ખર્ચ બંનેની બચત થાય છે. આ અસંતુલનના કારણે યુએસ એરલાઇન્સને સ્પર્ધાત્મક નુકસાન થઈ રહ્યું છે. આ સ્પર્ધાત્મક અસમાનતાને દૂર કરવા માટે અમેરિકાએ આ દરખાસ્ત કરી છે, જેનો નવેમ્બરમાં અમલ થવાની ધારણા છે.

LEAVE A REPLY