કેનેડાના ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને પ્રખ્યાત સિંગર કેટી પેરીના વચ્ચે પ્રેમસંબંધોની અટકળો ફરી તેજી બની હતી. કેલિફોર્નિયાના સાન્ટા બાર્બરાના દરિયા કિનારે સિંગરની 24-મીટરની યાટ પર કેટી પેરી અને ભૂતપૂર્વ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને ચુંબન કરતા અને આલિંગન કરતા જોવા મળ્યા હતા. આ અંગેના ફોટો વાયરલ પણ થયા હતા.
જસ્ટિન ટ્રુડો પોતાની પ્રથમ પત્ની સોફીથી છૂટાછેડા લઈ ચુક્યા છે અને એ ત્રણ બાળકોના પિતા છે. જ્યારે કેટી પેરી પણ રસેલ બ્રાન્ડની સાથે બે વર્ષ સુધી લગ્નજીવનમાં રહ્યા પછી અલગ થઈ ગઈ હતી.કેટી પેરીનું સિંગર ઓરલેન્ડો બ્લૂમની સાથે પણ બ્રેકઅપ થયું હતું.
અગાઉ પણ બંને વચ્ચે પ્રેમસંબંધોની અટકળો થતી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં કેટી પેરી કાળા રંગના સ્વિમસૂટમાં જોવા મળી રહી છે અને બંને એકબીજાને આલિંગન કરતાં જોવા મળ્યા હતાં. જસ્ટિન ટ્રુડો, પેરીના ગાલ પર ચુંબન કરતા જોવા મળ્યાં હતાં.
આ યુગલ પહેલીવાર આ વર્ષે જુલાઇમાં એક ડિનર ડેટ દરમિયાન સાથે જોવા મળ્યું હતું. ત્યાર પછી ટ્રુડો કેનેડામાં કેટી પેરીની ‘લાઇફટાઈમ્સ’ ટૂર સ્ટોપમાં જોવા મળ્યા હતા.
