મિલિયન
બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મર 9 ઓક્ટોબર, 2025ના રોજ મુંબઈમાં વન લોઢા પ્લેસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરી હતી. Stefan Rousseau/Pool via REUTERS

યુકેના વડાપ્રધાન કેર સ્ટાર્મરની ભારત મુલાકાત દરમિયાન યુકેએ ભારતની આર્મીને લાઇટવેટ મિસાઇલના સપ્લાય માટે 350 મિલિયન પાઉન્ડ ($468 મિલિયન)ના કરાર કર્યો હતો. આ કરાર બંને દેશો વચ્ચે સંરક્ષણ ભાગીદારીમાં વધારાનો સંકેત આપે છે.

સંરક્ષણ સોદા પરના પોતાના નિવેદનમાં, બ્રિટિશ સરકારે જણાવ્યું હતું કે નોર્ધન આયર્લેન્ડમાં થેલેસ્સTCFP.PA દ્વારા બનાવેલ લાઇટવેઇટ મલ્ટિરોલ મિસાઇલ્સ માટેના નવા કરારથી ફેક્ટરીમાં રોજગારીની નવી 700 તકો ઊભી થશે. આ ફેક્ટરી યુક્રેન માટે હાલમાં આવા શસ્ત્રોનું ઉત્પાદ કરે છે. આ સોદો યુકે અને ભારત વચ્ચે વ્યાપક શસ્ત્ર ભાગીદારીનો માર્ગ મોકળો કરે છે. બંને દેશો હાલમાં આવી ભાગીદારી અંગે વાટાઘાટો કરી રહ્યાં છે.

બંને દેશોએ નૌકાદળના જહાજો માટેના ઇલેક્ટ્રિક એન્જિન માટે જોડાણ પણ કર્યું છે. બંને દેશો વચ્ચે આ અંગે પ્રારંભિક 250 મિલિયન પાઉન્ડનો કરાર થયો છે. ભારત અને બ્રિટને ઈન્ટર-ગવર્મેન્ટલ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતાં. આ કરાર હેઠળ ભારતીય નેવી માટે ઈલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમ વિકસાવાશે.

બ્રિટિશ સરકારે ભારત સાથેના સંરક્ષણ સોદાને બંને દેશો વચ્ચે ગાઢ બનતા વ્યૂહાત્મક સંબંધો માટે ઐતિહાસિક સિમાચિહ્નરૂપ ગણાવ્યો હતો. વધુમાં ભારત અને બ્રિટન ઈન્ડો-પેસિફિક ઓશન્સ ઈનિશિયેટિવ હેઠળ રિજનલ મેરિટાઈમ સિક્યોરિટી સેન્ટર ઓફ એક્સલન્સ વિકસાવવા તૈયાર સંમત થયા હતાં. આ કેન્દ્ર હિન્દ-પ્રશાંત સાગરમાં સમુદ્રી સુરક્ષા મજબૂત કરશે. વડાપ્રધાન મોદી અને પીએમ સ્ટાર્મરે ભારતીય એરફોર્સના ક્વોલીફાઈડ ફલાઈંગ ઈન્સ્ટ્રકટર્સ યુકે રોયલ એર ફોર્સ સાથે તાલીમ મેળવે તેવી વ્યવસ્થામાં થયેલી પ્રગતિ અંગે પણ આનંદ વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY