ગુજરાત
ગાંધીનગરમાં ભાજપલના કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલની હાજરીમાં ભાજપના નેતા જગદીશ પંચાલે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો(@BJP4GujaratX/ANI Photo).

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર યાદવ, ભાજપ પ્રદેશ પ્રમુખ સહિતના ટોચના નેતાઓ સાથે નવી દિલ્હીમાં બેઠક યોજ્યા પછી ગુજરાતમાં કેબિનેટમાં પુનર્ગઠન-વિસ્તરણની અટકળો તેજ બની હતી. જોકે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી, પરંતુ વધુ આંતરિક ચર્ચાવિચારણાની પછી સ્થિતિ સ્પષ્ટ બને તેવી શક્યતા છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ ખાતે યોજાનારી બેઠકમાં હાજર રહ્યાં હતાં. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પક્ષના રાજ્ય એકમના વડા પણ ઉચ્ચ સ્તરીય ચર્ચાઓમાં લીધો હતો.

બંધબારણે યોજાઈ રહેલી આ બેઠકોને પગલે દિવાળીના તહેવારો ટાળે ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે. હાઈકમાન્ડનું તેડું આવતાં જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ અને મહામંત્રી રત્નાકર તાત્કાલિક દિલ્હી પહોંચ્યા હતાં.. આ અચાનક દિલ્હી મુલાકાતના ઘણા સંકેતો છે.

મુખ્યપ્રધાનની છેલ્લા દોઢ મહિનામાં આ બીજી દિલ્હી મુલાકાત છે. પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલની નિમણૂંક બાદ તેમની આ પ્રથમ દિલ્હી મુલાકાત છે. માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં પ્રધાનમંડળના વિસ્તરણ પર મહોર લાગી શકે છે, તેમજ પાલિકાની ચૂંટણીઓ નજીક આવતાં પ્રદેશ ભાજપના સંગઠનના માળખાને વ્યૂહાત્મક રીતે સજ્જ કરવા અંગે મહત્ત્વની ચર્ચા થશે. બીજી તરફ પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળ્યા બાદ જગદીશ પંચાલે નવી ટીમ બનાવવાની દિશામાં કવાયત આરંભી છે. પ્રધાનમંડળના વિસ્તરણની અટકળોએ વેગ પકડતાં ઘણાં વર્તમાન પ્રધાનોને હકાલપટ્ટીનો ડર પેઠો છે. ઘણાં પ્રધાનોએ ઓફિસમાં મોડી રાત સુધી કામકાજ ચાલુ રાખીને બાકી ફાઈલોનો ઝડપી નિકાલ કરવાનું શરૂ કર્યું હોવાનું માનવામાં આવે છે.

LEAVE A REPLY