મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નંદ્યાલ જિલ્લામાં શ્રીશૈલમમાં શ્રી ભ્રમરામ્બા મલ્લિકાર્જુન સ્વામી વરલા દેવસ્થાનમમાં પૂજા અર્ચના કરી હતી. પીએમ મોદીએ પંચમુરાલુ સાથે રુદ્રાભિષેક કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ તેમની સાથે હતાં.(Handout via PTI Photo)(PTI10_16_2025_000191B)

દક્ષિણી રાજ્ય આંધ્રપ્રદેશમાં આશરે રૂ.13,430 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ લોન્ચ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે 21મી સદી 140 કરોડ ભારતીયોની છે અને દેશ 2047 સુધીમાં વિકસિત ભારત બનશે. આજે વિશ્વ ભારતને 21મી સદીના નવા મેન્યુફેક્ચરિંગ સેન્ટર કેન્દ્ર તરીકે જોઈ રહ્યું છે અને આ સફળતાનો આધાર આત્મનિર્ભર ભારતનું વિઝન છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નંદ્યાલ જિલ્લામાં શ્રીશૈલમમાં શ્રી ભ્રમરામ્બા મલ્લિકાર્જુન સ્વામી વરલા દેવસ્થાનમમાં પૂજા અર્ચના કરી હતી. પીએમ મોદીએ પંચમુરાલુ સાથે રુદ્રાભિષેક કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ તેમની સાથે હતાં.મલ્લિકાર્જુન સ્વામી મંદિર 12 જ્યોતિર્લિંગોમાંથી એક અને 52 શક્તિપીઠોમાનું એક છે.આ મંદિરની એક અનોખી વિશેષતા એ છે કે એક જ પરિસરમાં એક જ્યોતિર્લિંગ અને એક શક્તિપીઠનું સહઅસ્તિત્વ છે

દેશના મેક ઇન ઇન્ડિયા ઇકોસિસ્ટમની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું હતું કે 22 એપ્રિલના પહેલગામ આતંકવાદી હુમલા પછી પાકિસ્તાનમાં સરહદ પારના આતંકવાદી ઠેકાણાઓ સામે શરૂ કરાયેલા લશ્કરી આક્રમણ ઓપરેશન સિંદૂરમાં આપણે સ્વદેશી “વસ્તુઓ”ની તાકાત જોઇ હતી. આવકવેરા મુક્તિમર્યાદાને વધારીને રૂ.12 લાખ અને GST દર સુધારા જેવા તાજેતરના નિર્ણયોનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું હતું કે NDA સરકારનું વિઝન નાગરિક-કેન્દ્રિત વિકાસ છે અને લોકોના જીવનને સરળ બનાવવા માટે સતત સુધારાઓ હાથ ધરવામાં આવી રહ્યા છે.

મુખ્ય વિપક્ષ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે 11 વર્ષ પહેલા કોંગ્રેસ સરકાર સત્તામાં હતી, ત્યારે માથાદીઠ વીજળીનો વપરાશ 1,000 યુનિટથી ઓછો હતો અને તે સમયે દેશને બ્લેકઆઉટ જેવા પડકારોનો સામનો કરવો પડતો હતો. આપણા ગામડાઓમાં વીજળીના થાંભલા પણ લગાવવામાં આવ્યાં ન હતાં, પરંતુ આજે દેશ સ્વચ્છ ઉર્જાથી લઈને દેશના કુલ ઉર્જા ઉત્પાદન સુધી દરેક ક્ષેત્રમાં નવા રેકોર્ડ બનાવી રહ્યું છે.માથાદીઠ વીજળીનો વપરાશ વધીને 1,400 યુનિટ થયો છે.

પીએમ મોદીએ કૃષ્ણા જિલ્લાના નિમ્માલુરુ ખાતે ભારત ઇલેક્ટ્રોનિક્સની રૂ.360 કરોડના રોકાણથી સ્થાપિત એડવાન્સ્ડ નાઇટ વિઝન પ્રોડક્ટ્સ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું.

LEAVE A REPLY