દીવ કડિયા જ્ઞાતિ સમાજ-યુકે (DKNS-UK) દ્વારા નવરાત્રી 2025નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. વેસ્ટમિન્સ્ટર – હાઉસ ઓફ પાર્લામેન્ટના કલાકૃતિ બનાવી તેના કેન્દ્રમાં આંબા માતાજીની તસવીર મૂકવામાં આવી હતી. આ ટેબ્લો કૃતિની ચારે કોર ફરીને ગરબા રમવામાં આવ્યા હતા.
આ આયોજનને સફળ બનાવનાર પ્રોજેક્ટ ટીમમાં ઉપેન્દ્ર સોલંકી, પ્રવિણ સોલંકી, ભરત માંડલિયા, જીતેન્દ્ર વાળા, હિતેન્દ્ર વાળા, વિમલ મનસુખલાલ અને તુષાર મનસુખલાલ જોડાયા હતા.
કાર્યક્રમનો શુભારંભ હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટના ચેરમેન નિર્મલાબેન પટેલ, લિબરલ ડેમોક્રેટ્સ ટીમ અને પ્રોજેક્ટ ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સમિતિના સભ્યો અને સ્વયંસેવકો સહિત જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
