બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશી અને તેના લાંબા સમયથી કહેવાતા બોયફ્રેન્ડ અને એક્ટિંગ કોચ રચિત સિંહ વચ્ચેના સંબંધોની અફવાઓ છેલ્લા કેટલાક સમયથી ફેલાઈ રહી છે. આ જોડી અગાઉ આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદન્નાની ફિલ્મ થમ્માના સ્ક્રીનિંગમાં એકસાથે જોવા મળી હતી.
તાજેતરમાં જ તેઓ પ્રોડક્શન હાઉસ એમ્મે એન્ટરટેઈનમેન્ટ દ્વારા આયોજિત દિવાળી પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. અંદર જતા પહેલા કેમેરા સામે હસતાં હસતા ફોટો પડાવ્યા હતા અને તેઓએ ચાલી રહેલી અટકળોને વેગ આપ્યો હતો. બંને નેએ રેડ કાર્પેટ પર સાથે પોઝ આપ્યા, અને એકબીજાની આંખોમાં આંખ નાખતા તેમની વચ્ચે સંબંધો હોવાનું સ્પષ્ટ જણાતું હતું. આ પ્રસંગે બંનેની કેમેસ્ટ્રી ચાહકોના ધ્યાનનું કેન્દ્ર બની હતી.
સિંગર અકાસા સિંહે આ જોડી સાથેનો ફોટો શેર કર્યો ત્યારથી હુમા અને રચિતના ડેટિંગની અફવાઓએ જોર પકડ્યું હતું.
હુમા કુરેશીની નવી ફિલ્મ બયાન, 2025ના ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થઈ હતી. હુમા અગાઉ અક્ષય કુમાર અને અરશદ વારસી સાથે જોલી LLB 3માં પણ જોવા મળી હતી. આગામી સમયમાં તેણીની પાસે દિલ્હી ક્રાઈમ સીઝન 3 અને મહારાની સીઝન 4 પાઇપલાઇનમાં છે.
