દિવાળીના તહેવારોમાં જૈન સમુદાયે રૂ.21 કરોડનું ડિસ્કાઉન્ટ મેળવીને 186 હાઇ-એન્ડ કાર ખરીદીને પોતાની પ્રચંડ ખરીદ શક્તિનું પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. મોટાભાગની કાર ગુજરાત સ્થિત જૈનો દ્વારા ખરીદવામાં આવી હતી.
જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JITO)ના ઉપપ્રમુખ હિમાંશુ શાહે શનિવારે જણાવ્યું હતું કે, BMW, Audi અને Mercedes જેવી લક્ઝરી ઓટો બ્રાન્ડ્સ સાથેનો આ “અનોખો સોદો” જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JITO)એ કર્યો હતો. JITO એક સમુદાયની એક સંસ્થા છે જેમાં સમગ્ર ભારતમાંથી 65,000 સભ્યો છે.
આ ૧૮૬ લક્ઝરી કારમાં દરેકની કિંમત ૬૦ લાખ રૂપિયાથી ૧.૩ કરોડ રૂપિયાની વચ્ચે હતી, આ વર્ષે જાન્યુઆરી અને જૂન દરમિયાન સમગ્ર ભારતમાં તેમના માલિકોને સોંપવામાં આવી હતી. JITOના રાષ્ટ્રવ્યાપી અભિયાનથી અમારા સભ્યોને ડિસ્કાઉન્ટના રૂપમાં ૨૧ કરોડ રૂપિયા બચાવવામાં મદદ મળી હતી. સંસ્થા ફક્ત એક સુવિધા આપનાર હતી અને આ સોદાથી તેને કોઈ ફાયદો થયો નહીં.
JITOના કેટલાક સભ્યોએ કાર ઉત્પાદકો પાસેથી ભારે ડિસ્કાઉન્ટ મેળવવા માટે સમુદાયની મજબૂત ખરીદ શક્તિનો ઉપયોગ કરવાનું સૂચન કર્યા પછી આ સોદો કરાયો હતો. ખરીદી શક્તિ જૈનોની મુખ્ય શક્તિઓમાંની એક હોવાથી, અમે અમારા સભ્યો દ્વારા કરવામાં આવતી ખરીદી પર વધુ ડિસ્કાઉન્ટ સુનિશ્ચિત કરવા માટે બ્રાન્ડ્સનો સીધો સંપર્ક કરવાનો વિચાર લઈને આવ્યા છીએ.
તેમણે ઉમેર્યું કે હતું લક્ઝરી કારના સફળ સોદાથી ઉત્સાહિત થઈને, JITOએ હવે ‘ઉત્સવ’ નામની એક નવી પહેલ શરૂ કરી છે, જે જ્વેલરી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઇલેક્ટ્રોનિક્સમાં મુખ્ય બ્રાન્ડ્સ સાથે આવા સોદા કરશે.
