REUTERS/Abdul Saboor/File Photo

એપલને મોટો ફટકો પડી શકે તેવા ચુકાદામાં કોમ્પિટિશન અપીલ ટ્રિબ્યુનલ (CAT)એ 23 ઓક્ટોબરે જણાવ્યું હતું કે એપલે એપ ડેવલપર્સ પાસેથી અન્યાયી કમિશન વસૂલીને તેની ઇજારશાહીનો દુરુપયોગ કર્યો હતો. આ ચુકાદાથી અમેરિકાના અગ્રણી ટેકનોલોજી કંપનીએ હવે યુકેમાં 36 મિલિયન આઇફોન અને આઇપેડ યુઝર્સને વળતર ચુકવવું પડે તેવી શક્યતા છે. આ કેસમાં દાવેદારોએ 1.5 બિલિયન પાઉન્ડ ($2 બિલિયન)થી વધુના નુકસાનનું સરભર કરવાની માગણી કરી છે.

ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે એપલે એપ ડિસ્ટ્રિબ્યુશન માર્કેટમાં સ્પર્ધા બંધ કરી દીધી હતી અને એપ ડેવલપર્સ પાસેથી અતિશય અને અન્યાયી કમિશન વસૂલ્યું હતું. જોકે ચુકાદા સામે અપીલ કરવાની જાહેરાત કરીને એપલે જણાવ્યું હતું કે તે ચુકાદા સાથે સંપૂર્ણપણે અસંમત છે અને અપીલ કરશે.

કિંગ્સ કોલેજ લંડનના શિક્ષણવિદ રશેલ કેન્ટ અને લો ફર્મ હૌસફેલ્ડ એન્ડ કંપની યુકેના લાખ્ખો આઇફોન અને આઈપેડ યુઝર્સ વતી આ કેસ દાખલ કર્યો હતો. યુકેના કાયદા હેઠળ, આ પ્રકારની ક્લાસ એક્શન કાર્યવાહીમાં, તમામ સંભવિત અસરગ્રસ્ત વ્યક્તિઓને સમાવિષ્ટ કરવામાં આવે છે અને સંભવિત વળતરનો લાભ મેળવી શકે છે.

જાન્યુઆરીમાં શરૂ થયેલા ટ્રાયલમાં, દાવેદારોએ દલીલ કરી હતી કે હરીફ એપ સ્ટોર પ્લેટફોર્મ પર પ્રતિબંધને મુકીને એપલ તેના યુઝર્સ પાસેથી વધુ પડતો ચાર્જ વસૂલ કર્યો હતો. એપલના એપ સ્ટોર દ્વારા ખરીદાયેલી એપ્સ પર કંપની ૩૦ ટકાનો સરચાર્જ લાદે છે, જેના કારણે ગ્રાહકોને વધુ ચૂકવણી કરવી પડે છે.

LEAVE A REPLY