પ્રતિકાત્મક તસવીર (istockphoto)
ભારતમાં રમાઈ રહેલી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં રમવા માટે ઇન્દોર ગયેલી ઓસ્ટ્રેલિયન ટીમની બે ખેલાડીઓ સાથે છેડતીનો મામલો કિસ્સો બન્યો છે. આ ઘટના પછી પોલીસે આરોપીને પકડી લીધો હતો. આ ઘટના ગયા સપ્તાહે ગુરુવારે સવારે 11 વાગ્યાની આસપાસ ખજરાના રોડ પર બની હોવાનું જાણવા મળે છે.
પોલીસમાં દાખલ કરાયેલી એફઆઈઆર મુજબ મોટરસાઇકલ પર સવાર આરોપીએ બે ખેલાડીનો પીછો કર્યો હતો, તેમની તરફ અશ્લીલ હરકતો કરી હતી અને કથિત રીતે એક મહિલા ક્રિકેટરને પકડવાનો પ્રયાસ કર્યો હતો. ખેલાડીઓએ તરત જ ‘લાઈવ લોકેશન’ ડિસ્ટ્રેસ સિગ્નલથી તેમના ટીમ સિક્યોરિટી મેનેજર, ડેની સિમન્સને એલર્ટ મોકલ્યો હતો.
થોડીવારમાં જ સિમન્સે ટીમ લાયઝન ઑફિસર્સનો સંપર્ક કરી તાત્કાલિક સહાય માટે ઇન્દોર પોલીસ સાથે સંકલન કર્યું હતું. પોલીસે સાંજ સુધીમાં ખજરાના રહેવાસી 30 વર્ષના અકીલની ધરપકડ કરી હતી.

LEAVE A REPLY