મોદી
નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે એકતા દિવસ પરેડ માટે રિહર્સલ(@BJP4Gujarat X/ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવાર, 30 ઓક્ટોબરથી કેવડિયા ખાતે સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેવા માટે બે દિવસની ગુજરાત મુલાકાતે આવશે.

ગુરુવારે સાંજે, પીએમ કેવડિયાના એકતા નગરની મુલાકાત લેશે અને ત્યાં ઇ-બસોને લીલી ઝંડી આપશે, તેઓ અહીં 1,140 કરોડ રૂપિયાથી વધુના વિવિધ માળખાકીય અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
શુક્રવારે પ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે, ત્યારબાદ સરદાર

વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાશે.એકતા નગર ખાતેના વિકાસ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય પ્રવાસીઓના અનુભવને વધારવા, સુલભતામાં સુધારો કરવા અને આ વિસ્તારમાં ટકાઉપણાની પહેલને ટેકો આપવાનો છે.

જે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે તેમાં રાજપીપળામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી; ગરુડેશ્વર ખાતે હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટ (ફેઝ-1); વામન વૃક્ષ વાટિકા; સાતપુડા પ્રોટેક્શન વોલ; ઇ-બસ ચાર્જિંગ ડેપો અને 25 ઇલેક્ટ્રિક બસો; નર્મદા ઘાટ એક્સટેન્શન; કૌશલ્ય પથ; એકતા દ્વારથી શ્રેષ્ઠ ભારત ભવન વોકવે (ફેઝ-2), સ્માર્ટ બસ સ્ટોપ્સ (ફેઝ-2), ડેમ રેપ્લિકા ફાઉન્ટેન, GSEC ક્વાર્ટર્સ વગેરેનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે, જેમાં ભારતના રોયલ કિંગડમ્સનું સંગ્રહાલય; વીર બાલક ઉદ્યાન; રમતગમત સંકુલ; રેઈન ફોરેસ્ટ પ્રોજેક્ટ; શૂલપાણેશ્વર ઘાટ નજીક જેટી ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ૧૫૦ રૂપિયાનો એક ખાસ સ્મારક સિક્કો અને સ્ટેમ્પ પણ બહાર પાડશે. શુક્રવારે, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે.

LEAVE A REPLY