બેટ્સમેન
(Reuters/ANI Photo)

ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ બુધવારે પોતાની પ્રતિષ્ઠિત કારકિર્દીમાં પહેલીવાર ICC મેન્સ ODI બેટ્સમેન રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. ૩૮ વર્ષીય રોહિતે સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી અને અંતિમ વનડેમાં શાનદાર અણનમ સદી (૧૨૧ અણનમ) ફટકારીને બે સ્થાન આગળ વધીને ઇતિહાસ રચ્યો હતો.

ઇન્ટરનેશન ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બુધવાર, 29 ઓક્ટોબરના રોજ રેન્કિંગ અપડેટ કરી હતી આ અપડેટમાં, રોહિત શર્મા 781 રેટિંગ પોઈન્ટ સાથે 2 સ્થાનની છલાંગ લગાવીને ODI બેટરની લિસ્ટમાં નંબર-1 પર આવી ગયો છે. આ સાથે, 745 રેટિંગ ધરાવતો શુભમન ગિલ હવે ત્રીજા નંબર પર પહોંચી ગયો હતો, જ્યારે અફઘાનિસ્તાનનો ઈબ્રાહિમ ઝાદરાન 764 રેટિંગ સાથે બીજા સ્થાન પર રહ્યો હતો.

આ પહેલાં બેટ્સમેનની ICC રેન્કિંગમાં ટોચ પર પહોંચનારા સૌથી વયસ્ક ખેલાડી મહાન સચિન તેંડુલકર હતો, જે 2011માં 38 વર્ષની ઉંમરે ટેસ્ટ ફોર્મેટની યાદીમાં ટોચ પર પહોંચ્યો હતો. હવે રોહિતે પોતાના સાથીઓને પાછળ છોડ્યા છે.

LEAVE A REPLY