એર ઇન્ડિયાએ નોર્ધર્ન વિન્ટર 2025 શેડ્યૂલના ભાગ રૂપે યુકેમાં પોતાની સેવાઓના વિસ્તરણના ભાગરૂપે 26 ઓક્ટોબરથી દિલ્હી અને લંડન (હીથ્રો) વચ્ચે ચોથી દૈનિક ફ્લાઇટ શરૂ કરી છે. આ સાથે આ શિયાળામાં એર ઇન્ડિયાની ફ્રીક્વન્સી અઠવાડિયાની 28 ફ્લાઇટ થઇ છે. હવે દિલ્હી અને લંડન (હીથ્રો) વચ્ચે દર અઠવાડિયે 1,196 બેઠકો ઉમેરાઇ છે. એર ઇન્ડિયાની બધી ફ્લાઇટ્સ માટે નવા એરબસ A350-900 અને બોઇંગ 787-9 એરક્રાફ્ટનો ઉપયોગ થાય છે.
એર ઇન્ડિયા ભારત અને યુકે વચ્ચેનું સૌથી મોટું કેરિયર છે, જે દર અઠવાડિયે 61 ફ્લાઇટ સાથે 18,066 વન-ને સીટો એટલે કે વાર્ષિક લગભગ 1.7 મિલિયન સીટો આપે છે.
બંને વિમાન બિઝનેસ ક્લાસ, પ્રીમિયમ ઇકોનોમી અને ઇકોનોમી ક્લાસની સેવાઓ આપશે. ફર્સ્ટ ક્લાસ અને બિઝનેસ ક્લાસમાં ઉડાન ભરતા એર ઇન્ડિયાના મહેમાનો અને લાયક મહારાજા ક્લબના સભ્યો વૈશ્વિક સ્તરે વિશ્વ કક્ષાના લાઉન્જનો મફત ઍક્સેસ મેળવે છે. લંડન (હીથ્રો) ખાતે, એર ઇન્ડિયાના મહેમાનો પ્રીમિયમ પ્રી-ફ્લાઇટ અનુભવ માટે વિવિધ એરલાઇન્સની ક્લબ લાઉન્જનો ઉપયોગ કરી શકે છે.
દિલ્હી અને લંડન (હીથ્રો) વચ્ચેની બધી ફ્લાઇટ્સમાં મુસાફરો મફત વાઇફાઇ ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને વિશ્વ-સ્તરીય ઇનફ્લાઇટ મનોરંજન (IFE) નો આનંદ માણી શકે છે. તો બધા મુસાફરોને ભારતીય અને આંતરરાષ્ટ્રીય ભોજન મળે છે. જેમાં મફત આલ્કોહોલિક અને નોન-આલ્કોહોલિક પીણાંનો સમાવેશ થાય છે.
એર ઇન્ડીયા મુંબઈ-લંડન (હીથ્રો) વચ્ચે દૈનિક બે ફ્લાઇટ, બેંગલુરુ-લંડન (હીથ્રો) વચ્ચે હવે રોજની એક, અમદાવાદ-લંડન (ગેટવિક), અમૃતસર-લંડન (ગેટવિક), દિલ્હી-બર્મિંગહામ, અમૃતસર-બર્મિંગહામ વચ્ચે અઠવાડિયામાં 3 વાર ફ્લાઇટની સેવા આપે છે.














