પ્રતિકાત્મક તસવીર (istockphoto)
ભારતની સૌથી મૂલ્યવાન ફિનટેક કંપની ફોનપેમાં જનરલ એટલાન્ટિકે વધુ $600 મિલિયન (આશરે રૂ.5,323 કરોડ)નું રોકાણ કર્યું હતું. વોલમાર્ટનો સમર્થન ધરાવતી ફોનપે આગામી વર્ષે આઇપીઓ મારફત શેરબજારમાં લિસ્ટિંગની તૈયારી કરી રહી છે ત્યારે અમેરિકાની કંપનીએ આ નવું રોકાણ કર્યું હતું.
આ નવા રોકાણ સાથે ફોનપેમાં જનરલ એટલાન્ટિકનો હિસ્સો 4.4 ટકાથી વધીને 9 ટકા થયો છે. કંપનીએ સેકન્ડરી ટ્રાન્ઝેક્શન મારફત નવું રોકાણ કર્યું હતું. 2023થી શરૂ કરીને યુએસ સ્થિત પ્રાઇવેટ ઇક્વિટી ગ્રુપે કંપનીમાં ફંડ રેઇઝિંગના અનેક રાઉન્ડમાં $550 મિલિયનનું રોકાણ કરી કર્યું હતું.
નવા રોકાણમાં ફોનપેનું વેલ્યૂએશન 14.5 બિલિયન આંકડવામાં આવ્યું હતું. મે 2023માં તેને જનરલ એટલાન્ટિક, રિબિટ કેપિટલ, ટાઇગર ગ્લોબલ અને વોલમાર્ટ સહિત રોકાણકારો પાસેથી રોકાણ મેળવ્યું હતું.

LEAVE A REPLY