લવ સ્ટોરી
બોલિવૂડ અભિનેત્રી સોનમ બાજવા ((ANI Photo))
આ ફિલ્મમાં હર્ષવર્ધન રાણે અને સોનમ બાજવા મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. હર્ષવર્ધન રાણે અગાઉ લવ સ્ટોરી આધારિત ફિલ્મ ‘સનમ તેરી કસમ’માં દેખાયો હતો, જેમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
આ ફિલ્મમાં એક ઉત્કટ પ્રેમકથા દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં રોમાન્સ, ડ્રામા અને મ્યુઝિક ભરપૂર છે, સાથોસાથ તેમાં પીડા અને જુસ્સો પણ છે. એવું પણ કહેવાય છે કે, આ ફિલ્મ શાહરુખ ખાન અને સની દેઓલની જાણીતી ફિલ્મ ‘ડર’ની યાદ પણ અપાવશે.
આ ફિલ્મની સ્ટોરી મુજબ વિક્રમાદિત્ય (હર્ષવર્ધન રાણે) એક મોટા રાજકારણીનો પુત્ર છે, તે પોતે એટલો શક્તિશાળી છે કે રાજ્યના મુખ્યમંત્રી પણ તે આવે ત્યારે પોતાની ખુરશી તેને સોંપી દે છે. તેને પોતાની સત્તા-શક્તિનો ખૂબ ઘમંડ હોય છે, તેને એક બોલીવૂડ અભિનેત્રી અદા (સોનમ બાજવા) સાથે એકતરફી પ્રેમ થઈ જાય છે.
પરંતુ અદા તેને સ્વીકારતી નથી. આથી વિક્રમાદિત્ય તેને અલ્ટીમેટમ આપે છે કે, તેની સાથે લગ્ન કરવા સિવાય પોતાની પાસે બીજો કોઈ વિકલ્પ નથી, પછી તે પ્રેમપૂર્વક હોય કે બળજબરીપૂર્વકનો. હવે આગળની સ્ટોરી જાણવા આ ફિલ્મ જોવી રહી. યુવા વર્ગને ધ્યાનમાં રાખીને મુશ્તાક શેખ અને મિલાપ ઝવેરી દ્વારા લિખિત આ ફિલ્મની સ્ટોરીમાં પ્રેમ અને નફરતને કાવ્યાત્મક અંદાજમાં રજૂ કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY