(Photo by MANJUNATH KIRAN/AFP via Getty Images)

ઓનલાઇન સટ્ટાબાજી પ્લેટફોર્મ મહાદેવ એપની તપાસના ભાગરૂપે તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો સુરેશ રૈના અને શિખર ધવનની 11.14 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. તેમાં રૈનાના નામે રૂ. ૬.૬૪ કરોડના મ્યુચ્યુઅલ ફંડ રોકાણો અને ધવનની રૂ.૪.૫ કરોડની સ્થાવર મિલકતનો સમાવેશ થાય છે.

ફેડરલ એજન્સીની તપાસમાં જાણવા મળ્યું છે કે બંને ભૂતપૂર્વ ક્રિકેટરોએ 1xBet અને તેના સરોગેટ્સના સટ્ટાબાજી એપ્સના પ્રમોશન માટે જાણી જોઈને વિદેશી સંસ્થાઓ સાથે એન્ડોર્સમેન્ટ કરાર કર્યા હતાં.

એજન્સીના એક અધિકારીએ જણાવ્યું હતું કે  1xBet અને તેના સરોગેટ બ્રાન્ડ્સ 1xBat અને 1xBat સ્પોર્ટિંગ લાઇન્સ જેવા વિદેશી ઓનલાઇન સટ્ટાબાજી પ્લેટફોર્મની તપાસના ભાગરૂપે આ કાર્યવાહી કરાઈ છે. વિવિધ રાજ્ય પોલીસ એજન્સીઓએ દાખલ કરેલી અનેક FIRs પર આધારિત તપાસમાં જાણવા મળ્યું છે કે આ પ્લેટફોર્મ ભારતીય યુઝર્સને લક્ષ્ય બનાવીને અનધિકૃત ઓનલાઈન સટ્ટાબાજી અને ગેમિંગ સર્વિસ ચલાવતી હતી.

EDએ જણાવ્યું હતું કે રૈના અને ધવન બંનેએ 1xBet સંબંધિત પ્લેટફોર્મ પ્રોત્સાહન આપતી વિદેશી સંસ્થાઓ સાથે એન્ડોર્સમેન્ટ કરાર કર્યા હતાં. આ એન્ડોર્સમેન્ટ્સ માટે ચૂકવણી ગુનાની કમાણીમાંથી થઈ હતી. ચુકવણી માટે વિવિધ પ્રકારના ટ્રાન્ઝેક્શન કરાયા હતાં.

LEAVE A REPLY