(Photo by PATRICK HAMILTON/AFP via Getty Images)

રોહિત શર્મા અને વિરાટ કોહલીએ સીડની વન-ડેમાં ઓસ્ટ્રેલિયન બોલર્સને બરાબર ઝુડી નાખી કેટલાય નવા રેકોર્ડ્સ કર્યા હતા. રોહિતે અહીં તેની ઈન્ટરનેશનલ મેચમાં સદીની હાફ સેન્ચુરી નોંધાવી હતી. વન-ડેમાં 33 સિવાય તેણે ટેસ્ટ ક્રિકેટમાં 12 અને ટી-20માં પાંચ સદી નોંધાવી છે. 50 સેન્ચુરી કરનારો તે વિશ્વનો 10 ખેલાડી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે વન-ડેમાં દરેકે 2500 રન પુરા કર્યા હતા.

ઓસ્ટ્રેલિયામાં છ સદી કરનારો રોહિત શર્મા વિશ્વનો પ્રથમ બેટર બન્યો છે. આ અગાઉ પાંચ સદીનો રેકોર્ડ વિરાટ કોહલી અને શ્રીલંકાના કુમાર સંગાકારાના નામે છે.

તો વિરાટ કોહલીએ વન-ડે તથા ટી-20 મળી મર્યાદિત ઓવર્સની ક્રિકેટમાં 18436 રન કરી વિશ્વનો ટોપ સ્કોરર બની ગયો છે. આ રેકોર્ડ ત્યાં સુધી ભારતના જ સચિન તેંડુલકરના નામે હતો. વન-ડે ક્રિકેટમાં તે સૌથી વધુ રનના મામલે ફક્ત શ્રીલંકાના કુમાર સંગાકારાને પાછળ રાખી, બીજા ક્રમે છે.

સંગાકારાએ 404 વન-ડેમાં 14234 રન કર્યા છે, તો કોહલી હવે ફક્ત 305 વન-ડેમાં 14255 રન કરી તેનો રેકોર્ડ તોડવાના આરે આવી ઉભો છે. પ્રથમ ક્રમે 18426 રન સાથે સચિન તેંડુલકર છે. કોહલીએ વન-ડેમાં બીજી ઈનિંગમાં રમતા સીડનીમાં 70મી વખત અડધી સદી ફટકારી હતી. આ મોરચે તેણે સચિનનો 69 અડધી સદીનો રેકોર્ડ તોડ્યો હતો.આ સિવાય પણ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ કેટલાક રેકોર્ડ તોડ્યા છે.

LEAVE A REPLY