કોન્ડ નાસ્ટ ટ્રાવેલર રીડર્સ ચોઇસ એવોર્ડ્સ 2025 તાજેતરમાં જાહેર થયા હતા. જે અંતર્ગત પ્રવાસીઓ દ્વારા મતદાન કરાયેલા વિશ્વના ટોચના 10 શ્રેષ્ઠ દેશો જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં જાપાન સૌથી મોખરે છે. ફરવાના શોખીન લોકો આજે પણ વૈભવી સુવિધા કરતાં સ્થાનિક અધિકૃત-સાંસ્કૃતિક અનુભવો શોધી રહ્યા છે. તેઓ પરિવાર સંચાલિત રહેવાની વ્યવસ્થાને પસંદ કરી રહ્યા છે, જેથી સ્થાનિક ભોજનનો સ્વાદ માણી શકાય અને અનુકૂળતા મુજબ શહેરોને જાણી શકાય. પ્રવાસીઓ કુદરતી સૌંદર્ય, સાંસ્કૃતિક વારસો અને આધુનિક અનુકૂળતાનું મિશ્રણ ધરાવતા દેશોને વર્તમાનમાં પસંદ કરી રહ્યા છે. જ્યારે ઇટાલી, જાપાન અને ફ્રાન્સ જેવા દેશોમાં જવાનું લોકો વધુ પસંદ કરી રહ્યા છે. જ્યારે ડોમિનિકા અને ભૂતાન જેવા દેશો સ્થિર પ્રવાસન અને કુદરતી સ્થાનો પ્રત્યેના તેમના પ્રેમ માટે આકર્ષી રહ્યા છે. આ યાદીમાં ભારત 14મા ક્રમે છે. ભારત જેવા વિશાળ દેશમાં આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને આધુનિકતાનો સમન્વય જોવા મળે છે. આધ્યાત્મિક શોધકો માટે ઋષિકેશ આકર્ષણનું કેન્દ્ર છે, સંસ્કૃતિના ચાહકો જયપુરને પસંદ કરે છે અને લોકો કળા અને ભોજનની મજા માણવા મુંબઈ જાય છે.

વિશ્વના સૌથી શ્રેષ્ઠ 10 દેશ

1. જાપાન (95.36)
2. ગ્રીસ (92.31)
3. પોર્ટુગલ (92.08)
4. ઇટાલી (92.02)
5. સ્પેન (91.96)
6. તૂર્કી (91.91)
7. આયર્લેન્ડ (91.59)
8. ક્રોએશિયા (91.56)
9. ફ્રાન્સ (91.24)
10. કેનેડા (90.94)

LEAVE A REPLY