બોલીવૂડમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે, કેટરિના કૈફ અને વિકી કૌશલને ત્યાં શુક્રવારે પુત્રનો જન્મ થયો છે. આ અંગે વિકી કૌશલે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી. સપ્ટેમ્બરમાં તેમણે પ્રેગનન્સીની જાહેરાત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, “અમારી ખુશીઓનો ખજાનો આવી ગયો છે. અપાર પ્રેમ અને કૃતજ્ઞતા સાથે, અમે અમારા પુત્રનું સ્વાગત કરીએ છીએ. 7 નવેમ્બર 2025. કેટરિના અને વિકી”. આ પોસ્ટની કૅપ્શનમાં વિકીએ લખ્યું, “બ્લેસ્ડ”. સાથે તેણે રેડ હાર્ટનું ઇમોજી મુક્યું હતું.
તેમણે આ પોસ્ટ લખતાં જ તેમના ચાહકો અને મિત્રોએ પોસ્ટ પર કમેન્ટનો વરસાદ કરી દીધો હતો. રકુલપ્રીત સિંહથી લઇને નીતિ મોહન સહિતના લોકોએ કમેન્ટ કરીને તેમને શુભેચ્છાઓ આપી હતી.

LEAVE A REPLY