ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો ગત સપ્ટેમ્બર મહિનામાં યુએઈમાં રમાઈ ગયેલી એશિયા કપની મેચો દરમિયાન બન્ને તરફના ખેલાડીઓએ કરેલી ચેષ્ટાઓના મુદ્દે આઈસીસીએ પાકિસ્તાનના બોલર હારિસ રઉફ સામે બે મેચના સસ્પેન્શનનો આદેશ આપ્યો હતો, તો ભારતીય ટીમના સુકાની સૂર્યકુમાર યાદવને પાકિસ્તાન ટીમના સુકાની સલમાન અલી આગા સાથે હાથ નહીં મિલાવવા બદલ તેની મેચ ફીના 30 ટકા રકમ જેટલો દંડ ફરમાવાયો હતો.
રઉફને પણ બે મેચમાં ગેરશિષ્ત બદલ દરેકમાં 30 ટકા મેચ ફીનો દંડ કરાયો હતો.રઉફે 21 સપ્ટેમ્બરના રોજની એશિયા કપની ભારત સામેની સુપર-4 મેચ દરમિયાન જાણે તે ભારતનું ફાઇટર પ્લેન તોડી પાડતો હોય તેવી ચેસ્ટા ફિલ્ડ ઉપર કરી હતી.
તેના પગલે તે 4 અને 6 નવેમ્બર, 2025ના રોજ સાઉથ આફ્રિકા સામેની વન-ડે મેચમાં રમી શક્યો નહોતો.
તો ભારતીય ટીમના સુકાની સૂર્યકુમાર યાદવને એશિયા કપ મેચ દરમિયાન પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ નહીં મિલાવવા બદલ તેની ફીની 30% રકમનો દંડ કરાયો હતો.
મેચ પછી ભારતીય ક્રિકેટ બોર્ડે પાકિસ્તાની ક્રિકેટરો હારિસ રઉફ અને સાહિબઝાદા ફરહાન વિરુદ્ધ તેમજ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ભારતના અર્શદીપ સિંહ તથા જસપ્રીત બુમરાહ સામે પણ ગેરશિષ્તની તપાસ થઈ હતી. અર્શદીપ મેચ પછીના હાવભાવમાં નિર્દોષ હોવાનું જણાતા તેને કોઈ સજા કરાઈ નહોતી, તો બુમરાહએ ફાઇનલમાં પોતાની ભૂલ સ્વીકારી લેતાં તેને ચેતવણી અને એક ડિમેરિટ પોઈન્ટ અપાયો હતો.












