પુરસ્કાર
(istockphoto)

લંડનમાં બુધવારે માનવ અધિકાર લેખન માટે 2025 મૂર પુરસ્કાર માટે શોર્ટલિસ્ટ કરાયેલા ચાર આંતરરાષ્ટ્રીય લેખકોમાં ભારતીય લેખિકા નેહા દીક્ષિતનો સમાવેશ થાય છે. દીક્ષિતના ‘ધ મેની લાઈવ્સ ઓફ સૈયદા એક્સ’ પુસ્તકને ભારતમાં મહિલાઓના જીવનને વ્યાખ્યાયિત કરતા અન્યાય ના ચિત્રણ માટે પસંદ કરાયું છે.

1,000 પાઉન્ડના ઇનામના વિજેતાનું નામ ૭ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ જાહેર કરાશે. પુરસ્કાર પાછળના ફાઉન્ડેશનના સ્થાપક ક્રિસ્ટોફર જી મૂરે જણાવ્યું હતું કે માનવાધિકારોનું વ્યવસ્થિત ઉલ્લંઘન થાય છે અને વ્યક્તિઓના દુઃખને ઘણીવાર આંકડાકીય રીતે ઘટાડી દેવામાં આવે છે ત્યારે આપણને અન્યાય સામે માનવીય ચહેરો પુનઃસ્થાપિત કરવામાં સાહિત્યની મહત્વપૂર્ણ ભૂમિકાની યાદ અપાવવામાં આવે છે.

આ વર્ષે શોર્ટલિસ્ટ કરાયેલા અન્ય પુસ્તકોમાં બાર્બરા ડેમિકના ‘ડોટર્સ ઓફ ધ બામ્બૂ ગ્રોવ – ચાઇનાઝ સ્ટોલન ચિલ્ડ્રન એન્ડ અ સ્ટોરી ઓફ સેપરેટ્ડ ટ્વિન્સ’, વિક્ટોરિયા અમેલિનાના ‘લુકિંગ એટ વિમેન લુકિંગ એટ વોર – અ વોર એન્ડ જસ્ટિસ ડાયરી’ અને સ્ટીવ ક્રોશોના ‘પ્રોસિક્યુટિંગ ધ પાવરફુલ – વોર ક્રાઇમ્સ એન્ડ ધ બેટલ ફોર જસ્ટિસ’નો સમાવેશ થાય છે.

મૂર પુરસ્કારની સ્થાપના 2015માં થઈ હતી. આ એવોર્ડનો હેતુ એવા લેખકોને ભંડોળ અને માન્યતા આપવાનો છે કે જેમના કાર્ય દ્વારા માનવ અધિકારોની જળવાણીમાં યોગદાન મળે છે. તે દર વર્ષે એવા ન્યાયાધીશોની પેનલ દ્વારા પસંદ કરવામાં આવે છે જેમનું પોતાનું કાર્ય માનવ અધિકારો પર કેન્દ્રિત છે.

આ વર્ષના જ્યુરીમાં ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ અને લેખક ક્લેર હેમન્ડ, હ્યુમન રાઇટ્સ વોચ એશિયાના ડિરેક્ટર ઇલેન પીયર્સન અને વિલ્નિયસ યુનિવર્સિટીમાં બાળ અને કિશોર મનોચિકિત્સા અને જાહેર માનસિક સ્વાસ્થ્યના પ્રોફેસર ડૉ. ડેનિયસ પુરાસનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY