(PTI Photo)

શ્રીલંકામાં ગયા સપ્તાહે રમાઈ ગયેલી પહેલી બ્લાઈન્ડ મહિલા ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધામાં પણ ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી. પ્રથમ બ્લાઇન્ડ વુમેન્સ T20 વર્લ્ડ કપ જીત્યો. રવિવારની ફાઈનલમાં ટીમે નેપાળને સાત વિકેટથી હરાવ્યું હતું. તે અગાઉ, સેમિફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને નવ વિકેટથી હરાવ્યું હતું.

પી. સારા ઓવલ સ્ટેડિયમ ખાતે, ભારતીય મહિલા ટીમે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. નેપાળની ટીમ 20 ઓવરમાં 5 વિકેટે ફક્ત 114 રન કરી શકી હતી. નેપાળી બેટર્સ ફક્ત એક જ ચોગ્ગો મારી શકી હતી. ભારતીય મહિલા ટીમે તે પછી 12 ઓવરમાં 3 વિકેટ ગુમાવી વિજય ધ્વજ લહેરાવ્યો હતો.

ભારત માટે ફુલા સરીને 27 બોલમાં અણનમ 44 રન કરી ટીમને ચેમ્પિયન બનાવી હતી. ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં પણ ભારતે માત્ર 12 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ તો ફક્ત 109 રન કરી શકી હતી, તે ટાર્ગેટ ભારતીય ટીમે માત્ર એક વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ટીમ ઈન્ડિયા સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અણનમ રહી.

શનિવારે રમાયેલી બીજી સેમિફાઇનલમાં નેપાળે પાકિસ્તાન મહિલા ટીમને હરાવી હતી. યજમાન શ્રીલંકા ટુર્નામેન્ટમાં ખાસ કંઈ કરી શક્યું નહોતું, તે પાંચમાંથી ફક્ત એક જ મેચમાં અમેરિકા સામે વિજેતા રહી હતી.

LEAVE A REPLY