(istockphoto)

અદાણી ગ્રુપે ફ્લાઇટ સિમ્યુલેશન ટેકનિક સેન્ટર (FSTC)નો રૂ.820 કરોડમાં 72.8 ટકા હિસ્સો ખરીદીને પાયલટ ટ્રેનિંગ ક્ષેત્રમાં ગુરુવારે પ્રવેશ કર્યો હતો. FSTC 11 અદ્યતન ફુલ-ફ્લાઇટ સિમ્યુલેટર અને 17 તાલીમ વિમાનોનું સંચાલન કરે છે. કોમર્શિયલ પાયલટ લાઇસન્સ માટે ટાઇપ રેટિંગ, રિકરન્ટ તાલીમ અને વિશિષ્ટ કૌશલ્ય અભ્યાસક્રમો માટે તાલીમ પૂરી પાડે છે.અદાણી ગ્રુપ પહેલાથી જ એરપોર્ટ અને MRO ક્ષેત્રમાં હાજરી ધરાવે છે.

તે ગુરુગ્રામ (હરિયાણા) અને હૈદરાબાદ (તેલંગાણા)માં સિમ્યુલેશન સેન્ટરો ચલાવે છે અને હરિયાણામાં ભિવાની અને નારનૌલમાં ફ્લાઇંગ સ્કૂલ પણ ચલાવે છે.અદાણી એન્ટરપ્રાઇઝિસની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીસ લિમિટેડ (ADSTL) અને હોરાઇઝન એરો સોલ્યુશન્સ લિમિટેડ(HASL) FSTCમાં 72.8 ટકા હિસ્સો ખરીદશે.

અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસના સીઇઓ આશિષ રાજવંશી જણાવ્યું હતું કે ભારતીય એરલાઇન્સ 1,500થી વધુ વિમાનો તેમના કાફલામાં સામેલ કરે તેવો અંદાજ છે. તેનાથી પ્રમાણિત પાયલટ્સની જરૂરિયાતમાં ઝડપથી વધારો થશે. આ ઉપરાંત સરકાર સશસ્ત્ર દળો માટે અદ્યતન તાલીમ અને મિશન રિહર્સલ પર ભાર મૂકી રહી છે, તેથી સિમ્યુલેશનમાં નવી તકો ઊભી થશે.

LEAVE A REPLY