November 25, 2025. REUTERS/Anna Rose Layden

વ્હાઇટ હાઉસ નજીક બે નેશનલ ગાર્ડ સૈનિકો પર અફઘાન નાગરિકનના ફાયરિંગની ઘટના પછી અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પે તમામ થર્ડ વર્લ્ડ દેશોમાંથી અમેરિકામાં માઇગ્રેશન કાયમી ધોરણે સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પના આવા મોટા પગલાંથી નોકરી, શિક્ષણ અને તેમના દેશોમાં સતાવણીથી બચવા માટે યુએસ સ્થળાંતર કરવા માગતા લાખ્ખો લોકોને ફટકો પડશે.

ટ્રુથ સોશિયલ પરની તેમની પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું હતું કે હું યુએસ સિસ્ટમને સંપૂર્ણપણે રિકવર કરવા માટે તમામ ત્રીજા વિશ્વના દેશોમાંથી સ્થળાંતરને કાયમી ધોરણે થોભાવીશ, સ્લીપી જો બાઇડનની  ઓટોપેન દ્વારા હસ્તાક્ષર કરાયેલા સહિત લાખો ગેરકાયદેસર પ્રવેશોને સમાપ્ત કરીશ, અને અમેરિકા માટે ચોખ્ખી સંપત્તિ ન હોય અથવા આપણા દેશને પ્રેમ કરવામાં અસમર્થ હોય તેવા કોઈપણને દૂર કરીશ, આપણા દેશના બિન-નાગરિકોને તમામ ફેડરલ લાભો અને સબસિડીનો અંત લાવીશ, ઘરેલું શાંતિને નબળી પાડતા ઇમિગ્રેન્ટ્સને કાઢી મૂકીશ. સરકાર માટે બોજારૂપ, સુરક્ષા સામે જોખમી અથવા પશ્ચિમી સંસ્કૃતિ સાથે અસંગત હોય તેવા તમામ વિદેશી નાગરિકોને ડિપોર્ટ કરીશ.

ટ્રમ્પે જણાવ્યું હતું કે ગેરકાયદેસર અને વિક્ષેપકારક વસ્તીમાં મોટો ઘટાડો હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે કાર્યવાહી કરાશે. તેમાં અનધિકૃત અને ગેરકાયદેસર ઓટોપેન મંજૂરી પ્રક્રિયા દ્વારા પ્રવેશ મેળવનારાઓનો પણ સમાવેશ થાય છે.માત્ર રિવર્સ માઇગ્રેશન જ આ પરિસ્થિતિને સંપૂર્ણપણે ઠીક કરી શકે છે.વ્હાઇટહાઉસ પર ફાયરિંગની ઘટના પછી ટ્રમ્પે આ માઇગ્રેશન ધડાકો કર્યો હતો. ફાયરિંગ અફધાન નાગરિકે કર્યાનું તપાસમાં બહાર આવ્યા પછી  યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસએ અફઘાન નાગરિકોને લગતી તમામ ઇમિગ્રેશન અરજીઓને પ્રોસેસ કરવાનું અનિશ્ચિત સમય માટે બંધ કરી દીધું હતું.

તેમણે કહ્યું હતું કે યુ.એસ.માં વિદેશીઓની વસ્તી 53 મિલિયન છે અને તેમાંથી મોટાભાગના નિષ્ફળ રાષ્ટ્રો, અથવા જેલ, માનસિક સંસ્થાઓ, ગેંગ અથવા ડ્રગ કાર્ટેલમાંથી આવે છે. તેમને અને તેમના બાળકોને દેશભક્ત અમેરિકન નાગરિકો તરફથી મોટી રકમ ચૂકવવામાં આવે છે.ગ્રીન કાર્ડ સાથે $30,000 કમાતા માઇગ્રન્ટ્સને તેમના પરિવાર માટે વાર્ષિક $50,000 લાભ મળે છે.

 

 

LEAVE A REPLY