રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન 4-5 ડિસેમ્બરે 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાત લેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણને પગલે તેઓ સત્તાવાર મુલાકાત લઈ રહ્યાં છે. અમેરિકાએ નવી દિલ્હીની રશિયન તેલની આયાત પર દંડાત્મક ટેરિફ લાદ્યા પછી છેલ્લા કેટલાક મહિનામાં બંને દેશો નજીક આવી રહ્યાં છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, રશિયન ફેડરેશનના વડા વ્લાદિમીર પુતિન 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે 4-5 ડિસેમ્બર 2025 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાત લેશે.”
પુતિન તેમની ભારત મુલાકાત દરમિયાન પીએમ મોદી સાથે વાતચીત કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવનમાં રશિયન નેતાનું સ્વાગત કરશે અને તેમના માનમાં ભોજન સમારંભનું આયોજન કરશે.
સરકારે જણાવ્યું હતું કે પુતિનની મુલાકાત ભારતીય અને રશિયન નેતૃત્વને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરવાની, વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માટે વિઝન નક્કી કરવાની અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરવાની તક પૂરી પાડશે.સપ્ટેમ્બરમાં ચીનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ દરમિયાન એમ મોદી અને પુતિન મળ્યા હતા. તેમણે રશિયન નેતાની લિમોઝીનમાં એક કલાક લાંબી ચર્ચા કરી હતી.













