(@palash_muchhal/Instagram via PTI Photo)

ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને સંગીતકાર પલાશ મુચ્છલના લગ્ન 23 નવેમ્બરે ફેમિલી ઇમર્જન્સીને કારણે મોકૂફ રાખવા પડ્યાં હતાં મહારાષ્ટ્રના સાંગલીના સમડોલ સ્થિત મંધાના ફાર્મ હાઉસમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે સ્મૃતિ મંધાનાના પિતા શ્રીનિવાસ મંધાનાને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. મંધાના તેના પિતા સાથે ભાવનાત્મક રીતે જોડાયેલી છે, જે તેની ક્રિકેટ સફરમાં સતત ટેકો આપનારા રહ્યા છે.

મંધાનાના મેનેજર તુહિન મિશ્રાએ જણાવ્યું હતું કે વર્લ્ડ કપ વિજેતા ક્રિકેટરના પિતાની રવિવારે સવારે તબિયત બગડી હતી. તેના પિતાની તબિયતને ધ્યાનમાં રાખીને, મંધાનાએ તેના લગ્ન તેમના સ્વસ્થ થવા સુધી મુલતવી રાખવાનો નિર્ણય લીધો હતો. મંધાનાના ફેમિલી ડોક્ટર ડૉ. નમન શાહે જણાવ્યું હતું કે એક મેડિકલ ટીમ તેમના પિતાના સ્વાસ્થ્યની સ્થિતિ પર નજર રાખી રહી છે.બહુપ્રતિક્ષિત લગ્ન સમારોહ પહેલા મહારાષ્ટ્રના તેમના વતન સાંગલીમાં એક અઠવાડિયા સુધી ઉજવણી ચાલી રહી હતી.

શ્રીનિવાસ મંધાનાને તાત્કાલિક સાંગલીની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં, પરિવારના નજીકના સૂત્રોએ પુષ્ટિ આપી હતી કે સ્મૃતિ મંધાના અને તેમના પરિવારજનો બંને સમાચાર સાંભળતા જ તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયા હતા.

મહિલા વર્લ્ડ કપ વિજેતા ટીમની મહત્વપૂર્ણ સભ્ય સ્મૃતિ મંધાના 23 નવેમ્બરે બોલિવૂડ સંગીતકાર-ફિલ્મ નિર્માતા પલાશ મુચ્છલ સાથે લગ્ન નિર્ધારિત હતાં. સોશિયલ મીડિયામાં માત્ર ભારતના વિજય જ નહીં પરંતુ દંપતીના બંધનની ઉજવણી કરાઈ હતી. ઘણા લોકોએ તેને “લગ્ન પહેલાની શ્રેષ્ઠ ભેટ” ગણાવી હતી. તેમના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દંપતી અને તેમના પરિવારોને શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતાં.આ સેલિબ્રિટી કપલની પ્રેમકથા 2019માં શરૂ થઈ હતી.

 

LEAVE A REPLY