પાંચ
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ ગુરુવારે સંસદમાં માહિતી આપી હતી કે છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 9 લાખ ભારતીય લોકો નાગરિકતા છોડી હતી.  ૨૦૧૧ થી ૨૦૧૯ ની વચ્ચે, ૧૧,૮૯,૧૯૪ ભારતીયોએ તેમની નાગરિકતા છોડી હતી. છેલ્લાં 14 વર્ષમાં આશરે 20 લાખ ભારતીયોએ પોતાની નાગરિકતા છોડીને વિદેશમાં ગયા હતાં.

રાજ્યસભામાં વિદેશ રાજ્યપ્રધાન કીર્તિ વર્ધન સિંહે એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ભારતીયો વિદેશી નાગરિકતા લઈ રહ્યાં હોય તેવા તેવી સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સરકાર ભારતીય નાગરિકતા છોડનારા લોકોનો વાર્ષિક રેકોર્ડ રાખે છે. 2020માં 85,256, 2021માં 1,63,370, 2022માં 2,25,620, 2023માં 2,16,219 અને 2024માં 2,06,378 ભારતીયોએ નાગરિકતા છોડી હતી.

2024-25માં વિદેશમાં રહેનારા ભારતીયોની સમસ્યા બાબતે પૂછવામાં આવેલા સવાલમાં વિદેશ રાજ્ય પ્રધાને જણાવ્યું કે, વિદેશ મંત્રાલયને કુલ 16,127 ફરિયાદ મળી છે. જેમાંથી 11,195 ફરિયાદ ‘મદદ’ પોર્ટલ અને 4,932 ફરિયાદ સીપીગ્રામ્સના માધ્યમથી મળી છે.  સૌથી વધુ સમસ્યા મામલે સાઉદી અરેબિયામાંથી 3,049 ફરિયાદ નોંધાઈ છે. ત્યારબાદ UAEમાંથી 1,587, મલેશિયા માંથી 662, યુનાઇટેડ સ્ટેટ્સ માંથી 620, ઓમાન માંથી 613, કુવૈત માંથી 549, કેનેડા માંથી 345, ઓસ્ટ્રેલિયા માંથી 318, બ્રિટેન માંથી 299 અને કતાર માંથી 289 ફરિયાદ મળી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિદેશી ભારતીયોની ફરિયાદોના નિવારણ માટે એક મજબૂત અને બહુ-સ્તરીય પદ્ધતિ સ્થાપિત કરવામાં આવી છે. જેમાં ઇમરજન્સી હેલ્પલાઇન, વોક-ઇન સુવિધા, સોશિયલ મીડિયા અને 24×7 બહુભાષી સપોર્ટનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY