મુંબઈમાં ફિલ્મ 'હોમબાઉન્ડ'ના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન પોઝ આપતા બોલિવૂડ અભિનેતા વિશાલ જેઠવા અને અભિનેત્રી જાહ્નવી કપૂર, ઈશાન ખટ્ટર. (ANI Photo)

ગ્રામીણ ભારતના બે મિત્રો અને તેમની આકાંક્ષાઓ કહાની દર્શાવતી નીરજ ઘાયવાનની હિન્દી ફિલ્મ ‘હોમબાઉન્ડ’ને ઓસ્કારમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર કેટેગરીમાં શોર્ટલિસ્ટ કરાઈ છે. આ કેટેગરીમાં હોમબાઉન્ડ બીજી 14 ફિલ્મોની સ્પર્ધા કરશે.

એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસે મંગળવારે એક રિલીઝમાં આ જાહેરાત કરી હતી.
‘હોમબાઉન્ડ’ ઓસ્કાર નોમિનેશન માટે આર્જેન્ટિનાની “બેલેન”, બ્રાઝિલની “ધ સિક્રેટ એજન્ટ”, ફ્રેન્ચ ડ્રામા “ઇટ વોઝ જસ્ટ એન એક્સિડેન્ટ”, જર્મનીની “સાઉન્ડ ઓફ ફોલિંગ” અને ઇરાકની “ધ પ્રેસિડેન્ટ્સ કેક” સાથે સ્પર્ધા કરશે.

શોર્ટલિસ્ટમાં સામેલ અન્ય ફિલ્મોમાં જાપાનની “કોકુહો”, જોર્ડનની “ઓલ ધેટ’સ લેફ્ટ ઓફ યુ”, નોર્વેની “સેન્ટિમેન્ટલ વેલ્યુ”, પેલેસ્ટાઇનની “પેલેસ્ટાઇન 36”, દક્ષિણ કોરિયન હિટ “નો અધર ચોઇસ”, સ્પેનની “સિરાત”, સ્વિટ્ઝર્લૅન્ડની “લેટ શિફ્ટ”, ​​તાઇવાનની “લેફ્ટ-હેન્ડેડ ગર્લ” અને ટ્યુનિશિયન ડ્રામા “ધ વોઇસ ઓફ હિંદ રજબ”નો સમાવેશ થાય છે, જેની જાહેરાત

નીરજ ઘાયવાન દ્વારા દિગ્દર્શિત તથા કરણ જોહર અને આદર પૂનાવાલા દ્વારા નિર્મિત ‘હોમબાઉન્ડ’માં ઇશાન ખટ્ટર, વિશાલ જેઠવા અને જાહ્નવી કપૂર મુખ્ય ભૂમિકામાં છે.

‘હોમબાઉન્ડ’ને ઉત્તર ભારતના એક નાના ગામના બે બાળપણના મિત્રોની કહાની છે. બંને મિત્રો એવી પોલીસની નોકરી શોધી રહ્યાં છે જે તેમને લાંબા સમયથી નકારવામાં આવેલા ગૌરવનું વચન આપે છે. આ ફિલ્મને ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF) 2025 માટે પસંદ કરાઈ હતી.

૯૮મા એકેડેમી એવોર્ડ્સ માટે નોમિનેશનની જાહેરાત ગુરુવાર, ૨૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ કરાશે. ૯૮મો ઓસ્કાર એવોર્ડ ૧૫ માર્ચ, ૨૦૨૬, રવિવારના રોજ ઓવેશન હોલીવુડના ડોલ્બી થિયેટરમાં યોજાશે.

LEAVE A REPLY