ભારતનું ફોરેક્સ રીઝર્વ 12 ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં 1.689 બિલિયન ડોલર વધીને 688.949 બિલિયન ડોલર થયું હતું. રીઝર્વ બેન્કે શુક્રવારે આ ડેટા જાહેર કર્યા હતા. અગાઉના સપ્તાહમાં વિદેશી હુંડિયામણ 1.033 બિલિયન ડોલર વધીને 687.26 બિલિયન ડોલર થયું હતું. 12 ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં ફોરેન કરન્સી એસેટ્સ (FCA) 90.6 કરોડ ડોલર વધીને 557.787 બિલિયન ડોલર થઈ હતી. ગોલ્ડ રીઝર્વ 75.8 કરોડ ડોલર વધીને 107.741 અબજ ડોલર થયું હતું. આઈએમએફ સમક્ષ ભારતનું રીઝર્વ 1.1 કરોડ ડોલર વધીને 4.686 બિલિયન ડોલર થયું હતું. સ્પેશ્યલ ડ્રોઈંગ રાઈટ્સ 1.4 કરોડ ડોલર વધીને 18.745 બિલિયન ડોલર થયા હતા.

LEAVE A REPLY