(ISRO/ANI Video Grab)

ક્રિસમસની પૂર્વસંધ્યાએ ભારતની સ્પેસ એજન્સી ઇસરોએ બુધવારે એક મોટો ઇતિહાસ રચ્યો હતો.  ઈસરોના સૌથી ભારે રોકેટ LVM3-M6એ બુધવારે અમેરિકાના બ્લુબર્ડ બ્લોક-2 નામના કોમ્યુનિકેશન સેટેલાઇટને સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં સ્થાપિત કર્યો હતો. ૬,૧૦૦ કિલોગ્રામ વજન ધરાવતો બ્લુબર્ડ સેટેલાઇટ પણ ભારતમાંથી છોડવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી ભારે સેટેલાઇટ છે.

બ્લુબર્ડ બ્લોક-2 મિશન ગ્લોબલ LEO (લો અર્થ ઓર્બિટ) મિશનનો એક ભાગ છે. તેનો હેતુ  ડાયરેક્ટ-ટુ-મોબાઇલ કનેક્ટિવિટી ઓફર કરવાનો છે. આનાથી  દરેક જગ્યાએથી 4G અને 5G વૉઇસ અને વિડિયો કૉલ્સ, ટેક્સ્ટ્સ, સ્ટ્રીમિંગ અને ડેટાની સર્વિસ ઉપલબ્ધ બનશે. LVM3-M6 રોકેટને  ‘બાહુબલી’ તરીકે પણ ઓળખવામાં આવે છે,

૪૩.૫ મીટર ઊંચું રોકેટે સવારે ૮.૫૫ વાગ્યે શ્રીહરિકોટથી ઉડાન ભરી હતી.લગભગ 15 મિનિટની ઉડાન યાત્રા પછી, બ્લુબર્ડ બ્લોક-2 રોકેટથી અલગ થયો હતો અને તેને સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં સ્થાપિત કરાયો હતો. LVM3 રોકેટનો સફળતાદર 100 ટકા છે.,

LEAVE A REPLY