બોલિવૂડ ગાયક કુમાર સાનુએ પોતાની ભૂતપૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્યા સામે બોમ્બે હાઇકોર્ટમાં રૂ.50 લાખનો બદનક્ષીનો દાવો માંડ્યો છે. આ દાવમાં પૂર્વ પત્નીએ આપેલા એક ઈન્ટરવ્યુને હટાવવાની પણ માગ કરાઈ હતી.
રીટાએ આ ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે કુમાર સાનુએ પ્રેગ્નન્સી દરમિયાન તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. કુમાર સાનુએ મને ભૂખી રાખી હતી, કિચનમાં બંધ કરી દીધી હતી. તેને દૂધ કે મેડિકલ કેર પણ ન આપી. પ્રેગ્નન્સી દરમિયાન પણ તેણે કોર્ટ પ્રોસિઝર ચાલુ રાખી હતી.’
બદનક્ષીના દાવામાં જણાવાયું છે કે આ નિવેદનોથી કુમાર સાનુની પ્રતિષ્ઠાને ઘણું નુકસાન થયું છે અને તેને માનસિક તણાવમાંથી પણ પસાર થવું પડ્યું છે.
કુમાર સાનુ અને રીટાના 2001માં છૂટાછેડા થયાં હતાં. બંનેનો એક દીકરો જાન કુમાર સાનુ છે, જે બિગ બોસ 14માં સ્પર્ધક બનીને આવ્યો હતો.
આ અંગે પ્રતિક્રિયા આપતા રીટાએ જણાવ્યું હતું કે “હું તેને કોર્ટમાં જોઈશ. અને હું સાનુને હાથ જોડીને વિનંતી કરીશ – બસ એક સારો માણસ અને મારા ત્રણ બાળકોનો પિતા બનવાનો પ્રયાસ કર. જો તું અમને પ્રેમ ન કરી શકે, તો ઓછામાં ઓછું અમને ખલેલ પહોંચાડીશ નહીં અને હવે અમને હેરાન પણ ન કરીશ.”














